ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 જુલાઈ 2021 (08:32 IST)

જાણો 71.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશનની ખાસિયતો અને ટેક્નોલોજી

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વ સાથે ભારતીય રેલવે દરરોજ પરિવર્તનકારક સીમાચિહ્નો સર કરીને હરણફાળ ફરી રહી છે. આ દિશામાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઇઆરએસડીસી)એ રચેલા સંયુક્ત સાહસ (એસપીવી) ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ (ગરુડ)એ સ્ટેશનનું નવીનીકરણ કર્યું છે. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું અત્યાધુનિકરણ રૂ. 71.50 કરોડના ખર્ચે થયું છે.
સેવાલક્ષી ખાસિયતો
પ્રવેશ કરવાનો અને બહાર નીકળવાનો અલગ માર્ગ, જેની ફરતે લેન્ડસ્કેપ એરિયા છે
163 કાર, 40 ઓટો અને 120 ટૂ વ્હીલર્સ માટે પાર્કિંગ સુવિધા પ્રદાન કરવામાં આવી છે
3 પ્લેટફોર્મ 2 સબવે દ્વારા સારી રીતે જોડાયેલા છે
પ્લેટફોર્મ પર વેઇટિંગ એરિયા પણ 480 પેસેન્જર માટે બેઠકક્ષમતા ધરાવે છે
વિશાળ ટિકિટ સુવિધા વગેરે સાથે ડબલ ઊંચાઈ ધરાવતી એન્ટ્રન્સ લોબી
દિવ્યાંગજનોને અનુકૂળ વિશેષ ટિકિટ કાઉન્ટર, રેમ્પ, લિફ્ટ, ખાસ પાર્કિંગ સ્પેસ.
વર્ટિકલ સર્ક્યુલેશન એલીમેન્ટ – 2 એસ્કેલેટર અને 3 એલીવેટર્સ
સંપૂર્ણ સ્ટેશનમાં સરળ અને શ્રેષ્ઠ વાઇ-ફાઈ કનેક્ટિવિટી
જનોપયોગી ખાસિયતો
એકથી વધારે ધર્મના શ્રદ્ધાળુઓ માટે પ્રાર્થના હોલ.
બાળકને સ્તનપાન કરાવવા માટે અલગ રૂમ
સેન્ટ્રલાઇઝ એસી વેઇટિંગ લોંજ 40 લોકો માટે બેઠકક્ષમતા ધરાવે છે.
સ્ટેશન 7096 ચોરસ મીટરનો ખુલ્લો એરિયા ધરાવે છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં મલ્ટિપ્લેક્સ, શોપિંગ સેન્ટર, ફૂડ એન્ડ બેવરેજ કોર્ટ વગેરેનું નિર્માણ કરીને વાણિજ્યિકરણ માટે થઈ શકશે
એલઇડી વોલ ડિસ્પ્લે લોંજ સાથે આર્ટ ગેલેરી
ટેકનોલોજી
સંપૂર્ણ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ રેટિંગ સાથે ડિઝાઇન કરેલી છે અને એને અનરૂપ નિર્માણ થયું છે તેમજ બિલ્ડિંગ એસોચેમ પાસેથી જેમ-5 સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ્સ ગ્રીન સર્ટિફિકેશન ધરાવે છે.
ઇમારતનું માળખું 120 વર્ષની ટકાઉક્ષમતા સાથે ડિઝાઇન કરેલું છે.
આ કામગીરીમાં 155900 ક્યુમ કોન્ક્રીટ, 26500 એમટી સ્ટીલનો ઉપયોગ થયો હતો.
રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલને ટકાઉક્ષમતા વધારવા માટે આઇપી કોટિંગ સાથે પ્રદાન કરવામાં આવ્યું છે.
સ્ટેશન પર ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ નિયંત્રિત એમઇપીએફ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે ગ્રીન રેટિંગ માટે કામગીરીના મૂલ્યાંકન માટે આવશ્યક ડેટાને રેકોર્ડ કરે છે તથા તમામ ઇલેક્ટ્રિકલ/એચવીએસી સિસ્ટમનું નિયમન કરે છે.
એસ્કેલેટર પાસેથી ખુલ્લા એરિયા સુધી વર્ટિકલ ગ્રીન વોલ
સલામતીની ખાસિયતોઃ પ્લેટફોર્મ સહિત સંપૂર્ણ સ્ટેશનને ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ અને અગ્નિશામક પ્રદાન કરવામાં આવ્યું છે, આગમન અને પ્રસ્થાન ક્ષેત્રો તથા સબવે ફાયર ડિટેક્શન અને ફાયર સ્પ્રિન્ક્લર્સથી સારી રીતે સુરક્ષિત છે
લાઇટિંગ
અદ્યતન બાહ્ય રવેશ, જે 32 થીમ સાથે ડેઇલી થીમ આધારિત લાઇટિંગ ધરાવશે
વિશિષ્ટ ખાસિયતો:
રનિંગ લાઇવ રેલવે ટ્રેક્સ પર એક્સક્લૂઝિવ હોટેલનું નિર્માણ, જે વાઇબ્રેશન અને અવાજ અવરોધક છે
સ્ટેશનને અદ્યતન બાહ્ય રવેશ મળ્યું છે
પ્લેટફોર્મ પર 105 મીટરમાં પથરાયેલી વિશિષ્ટ સ્તંભમુક્ત સ્લીક અને વાજબી સ્પેસ ફ્રેમ, જેમાં તમામ પ્રકારના હવામાનમાં રક્ષણ આપે એવું કલ્ઝિપ એલ્યુમિનિયમ શીટ છે, જે પેસેન્જર્સને સૂર્યપ્રકાશ/વરસાદથી સારું એવું રક્ષણ આપે છે.
છતનો આકાર કમાન જેવો છે, જેને પાછળથી એવી રીતે બાંધવામાં આવી છે કે ભારણમાંથી જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને બાંધણીના પ્રતિબળથી સરભર કરી શકાય છે. સ્પેસ ફ્રેમનો પાયો પ્લાન્ટર્સથી નાંખવામાં  આવ્યો છે, જેથી નકારાત્મક પ્રતિક્રિયા ટાળવા વર્ટિકલ કે ઊભું ભારણ ઉમેરાય.
‘સાત રેલવે ટ્રેક’ને આવરી લેતા ‘લાઇવ સ્ટેશન’ પર ફ્રેમનું ઉદ્ઘાટન થયું
સાઇટ પર નિર્માણને કારણે ઊભા થયેલા મલ્બાનો આસપાસના માર્ગમાં નીચાણવાળા વિસ્તારોને ભરવા માટે ફરી ઉપયોગ થયો છે.
વર્ટિકલ ફૂટપ્રિન્ટ
સ્ટેશનના અત્યાધુનિકરણની વિવિધ કામગીરી માટે થયેલો ખર્ચ (રૂ. કરોડમાં)
1) ફોલ્સ સીલિંગ અને ફિનિશીસ સાથે સિવિલ સ્ટ્રક્ચર (પાર્ટ કોસ્ટ) - રૂ. 24.60 કરોડ
2) સબવે (2 નંબર) પ્લેટફોર્મ 1 થી પ્લેટફોર્મ 3 વચ્ચે - રૂ.  5.00 કરોડ
3) પ્લેટફોર્મ પર સ્પેસ ફ્રેમ i/c સળંગ શીટિંગ - રૂ. 26.00 કરોડ  
4) સ્ટેશનના બિલ્ડિંગ અને પ્લેટફોર્મ i/c એક્ષ્ટેન્શન વગેરેનું ફ્લોરિંગ - રૂ. 4.50 કરોડ
5) રવેશ લાઇટિંગ, ડિસ્પ્લે યુનિટ, LED વોલ, સાઇનેજીસ, ફાયર ફાઇટિંગ VRV AC સુવિધા, OHE અને રેલટેલના કેબલનું શિફ્ટિંગ વગેરે - રૂ. 7.50 કરોડ
6) રોડનું કામ અને સ્ટેશન એરિયામાં લેન્ડસ્કેપિંગ - રૂ.2.50 કરોડ
7) લિફ્ટ (3) અને એસ્કેલેટર્સ (2) - રૂ. 1.40 કરોડ
 
કુલ - રૂ. 71.50 કરોડ