મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 માર્ચ 2021 (16:05 IST)

GPSC : ગુજરાત લોક સેવા આયોગમાં નીકળી 1200થી વધુ પદો માટે વેકેંસી... જલ્દી કરો એપ્લાય

ગુજરાત લોક સેવા આયોગ(GPSC) એ 1200થી વધુ પદ પર વૈકેંસી કાઢી છે. કમિશનના અધ્યક્ષ દિનેશ દાસાએ પોતે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. મેડિકલ, લૉ, એગ્રી (એંજિનિયરિંગ) અને જનરલ વિષય સાથે ગ્રેજ્યુએટ્સ માટે અનેક પદો પર વેકેંસી કાઢવામાં આવી છે. જેમા ટૈક્સ ઈંસ્પેક્ટરના 243 પદને ભરવામાં આવશે.  આવેદનની પ્રક્રિયા 16 માર્ચથી શરૂ થશે.  ઉમેદવાર 31 માર્ચ સુધી એપ્લીકેશન ફોર્મ સબમિટ કરી શકશે. 
 
આયોગ ડિસેમ્બરમાં લેખિત કંમ્પ્યુટર બેસ્ડ પરીક્ષા આયોજીત કરશે. 
 
આ ઉપરાંત કમિશને ગુજરાત ચિકિત્સા સેવામાં 1000 ચિકિત્સા અધિકારી પદ ભરવા માટે પણ નોટિફિકેશન રજુ કર્યુ છે.  એમબીબીએસ ડિગ્રી ધારક આ માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે કમિશન 7 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા લેશે. 
 
આ ઉપરાંત આયોગ ગાંધીનગર નગર નિગમમાં ખાલી પદોને ભરવા માટે પણ  પરીક્ષા આયોજીત કરશે.