મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (09:40 IST)

ગુજરાત: સ્કૂલના સમયમાં મોટો ફેરફાર

ગુજરાતમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. આ તરફ હવે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ત્યારે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે.
 
ગુજરાતમાં હાલ ઠંડીનું મોસમ પૂરબહારમાં ચાલી રહી છે, સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ યથાવત રહેશે. સમગ્ર રાજ્યમાં શિયાળો જામ્યો છે. હાલ અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી જેટલું નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે તેથી ગુજરાતમાં સૌથી ઓછા તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું. નલિયામાં 9.5 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.
 
રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં 9.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધવાની સાથે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે પોરબંદરમાં 13.4, ડીસામાં 14 ડિગ્રી, રાજકોટમાં 14.2, ભુજમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 15, અમદાવાદમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 17.6 અને સુરતમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.