ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2021 (19:56 IST)

પતિને દગો આપીને મહિલાએ કર્યા બીજા લગ્ન, પતિના પગ નીચેથી સરકી ગઇ જમીન

ઉત્તર ગુજરાતમાં પત્ની દ્રારા પતિ સાથે દગો કરીને બીજા લગ્ન કરવાની ઘટના સામે આવી છે. પતિના દસ્તાવેજ પ્રાપ્ત કરીને વકીલના માધ્યમથી છુટાછેડાના ડુપ્લીકેટ કાગળો બનાવી લીધા જેના આધારે મહિલાએ પ્રેમી સાથે લગ્ન કરી લીધા. જ્યારે આ કેસ પતિના ધ્યાન પર આવીને તેણે પત્ની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 4 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કેસની તપાસ શરૂ કરી છે.
 
બનાસકાંઠાના દિયોદરમાં વિક્રમ ચૌધરીની પત્ની મોંઘી ચૌધરી 21 ડિસેમ્બરના રોજ પોતાના પિયર ગઇ હતી. ત્યારબાદ બીજા દિવસે જ્યારે વિક્રમ ચૌધરીની પત્નીને દિયોદર જવાના રસ્તા પર મળી હતી ત્યારે પોતાની પત્નીને કહ્યું કે કેટલા દિવસ પછી આવશે ત્યારે મોંઘી ચૌધરીએ જે જવાબ આપ્યો તે સાંભળીને તેના પગ નીચેથી જમીન ખસી ગઇ. મોંઘીએ કહ્યું કે હું તને છુટાછેડા આપી દીધા છે. એટલા માટે હવે નહી આવું. ત્યારબાદ ત્યાંથી જતી રહી. 
 
આ વાત જ્યારે તેણે પોતાના પરિવારજનોને જણાવી તો બધા ચોંકી ઉઠયા. છુટાછેડા વિશે તપાસ કરતાં જાણવા મળ્યું કે તેની પત્ની મોંઘી ડોક્યૂમેંટ લઇને ઘરે જતી રહી હતી. તેના આધારે તેણે છુટાછેડા લીધા અને છપરા ગામમાં રહેતા ભરત ચૌધરી સાથે લગ્ન કરી લીધા હતા. વિક્રમને ખબર પડી કે તેની પત્નીએ આ બધુ એક વકીલના માધ્યમથી કર્યું હતું. એટલા માટે વિક્રમે તેના વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. 
 
વિક્રમએ પોતાની પત્ની મોંઘી અને વકીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે મારી પત્નીએ મને કહ્યા વિના એક યુવક સાથે લગ્ન કરી લીધા છે. આ અંગે 22 ડિસેમ્બર 2020ના રોજ તેને જાણકારી મળી હતી. અમે સમાધાનના પ્રયત્ન કર્યા પરંતુ મારી પત્ની પરત ન આવી. વિક્રમએ પત્ની મોંઘી ચૌધરી, તેની સાથે લગ્ન કરનાર ભરત ચૌધરી તથા વકીલ આરકે બારોટ અને પ્રતાપ ઠાકુર નામના વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.