શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 જાન્યુઆરી 2021 (20:40 IST)

સુરતની આ યુવતીએ પોતાના કન્યાદાનમાં મળેલ દોઢ લાખ રૂપિયા રામ મંદિર માટે કર્યા દાન

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાં સંપત્તિ સંગ્રહ અભિયાન ચાલી રહ્યું છે. સુરતના હીરા વેપારીની પુત્રીને તેના લગ્નમાં કન્યાદાનના રૂપમાં દોઢ લાખ રૂપિયા મળ્યા હતા. પુત્રીએ આ પૈસા રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હીરાના વેપારી રમેશ ભલાણીની પુત્રી દ્રષ્ટિ  જ્વેલરી ડિઝાઇનર છે. રવિવારે તેના લગ્ન લૂમ્સના ઉદ્યોગપતિ સિદ્ધાર્થ સાથે થયા હતા.
 
લગ્નમાં દ્રષ્ટિના પિતાએ કન્યાદાન તરીકે 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. દ્રષ્ટિએ આ નાણાં રામ મંદિર ધન સંગ્રહ અભિયાનમાં દાન કર્યા હતા. આ પછી, દ્રષ્ટિથી પ્રેરિત થઈને મહેમાનોએ પણ રામ મંદિર નિર્માણમાં ફાળો આપ્યો.
 
દર્શને કહ્યું કે આપણે બધા ઘણા વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ વિશે વાત કરતા હતા, પરંતુ હવે તે સમય આવી ગયો છે જ્યારે ભગવાન રામનું મંદિર નિર્માણ થવાનું છે. આવી સ્થિતિમાં, મેં કરેલું દાન આપણા પરિવાર માટે ગર્વની ક્ષણ છે. 

તેમણે કહ્યુ કે આની પ્રેરણા મને પિતા તરફથી મળી છે. મે ક્યારેય સપનામાં પણ નહોતુ વિચાર્ય કે મને આ તક મળશે. દ્રષ્ટિએ કહ્યુ કે આવનારા સમયમાં જ્યારે પણ અયોધ્યા જઈશ અને ભગવાન રામના દર્શન કરીશ ત્યારે આ બહાને મને મારા લગ્નની પણ યાદ આવશે. 
 
દ્રષ્ટિના પિતા રમેશ ભલાણીએ કહ્યું કે જ્યારે હુ મારી પુત્રીને કન્યાદાન આપવાની વાત કરી ત્યારે તેણે કહ્યું કે હું આ પૈસા રામ મંદિર નિર્માણ માટે દાન કરીશ.
 
ઉલ્લેખનીય છે કએ દાનને લઈને સૂરતના લોકો આગળ આવીને ભાગ લઈ રહ્યા છે. રોજ દાન આપનારાઓની સંખ્યા વધી રહી છે.  બીજી બાજુ રવિવારે ધનજી રાખોલિયા અને રાકેશ દુધાતે 11-11 લાખ રૂપિયા દાન આપ્યા. બંનેના દાન સહિત રામ મંદિર નિર્માણ માટે રવિવારે સુરતથી કુલ 23.50 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે મળ્યા છે.