રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (15:15 IST)

ગોંડલમાં જોવા મળ્યો પશુ પ્રેમ, ગાયને કન્યાની જેમ શણગારી બાદમાં અંતિમવિધિ કરી

કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામના પટેલ પરિવારને ત્યાં ગંગા નામની ગાયનું મોત નિપજતા પટેલ પરિવારે પરિવારના સદસ્યોની જેમ જ ગાયની અંતિમવિધિ પોતાના ઘરના પ્રાંગણમાં કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામે રહેતા બાવનજીબાઈ સગપરીયા પરવારે પટેલ પરિવાર દ્વારા ૧૭ વર્ષ પહેલા ગોંડલતાલુકાના બંધિયા ગામેથી ગંગા નામની વાછરડી ઘરે લાવવામાં આવી હતી. તેનો નિભાવ પરિવારના સદસ્યોની જેમ જ કરવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા જ ગંગાએ પ્રસૂતિની પીડા સહન કરી લક્ષ્મીરૃપી વાછરડીને જન્મ આપ્યો હતો, બાદમાં તેનું અકાળે મોત નિપજતા પટેલ પરિવાર શોકમગ્ન બન્યો હતો અને ગંગાને પોતાના પરિવારના સભ્યની જેમ જ અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું હતું. બાવનજીભાઈ એ પોતાના ઘરના પટાંગણમાં જ જેસીબી મશીન બોલાવીઊંડો ખાડો ખોદાવ્યો હતો અને ગંગાને સાડી, બંગડી , ચાંદલા, પાવડર, કાંસકો, તેલ વગેરે અર્પણ કરી દુલ્હનની જેમ શણગાર કરી અંતિમ વિધિ કરવામાં આવી હતી. એટલું જ નહીં. ધાર્મિક વિધિ તેમજ ૨૧ ગોરણી જમાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.