શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (14:38 IST)

Heat Action Plan- કાળઝાળ ગરમીથી બચાવવા માટે

sun heat
દુનિયાભરના શહેરોમાં એમાં પણ ખાસકરીને ભારતના કેટલાક શહેરો માર્ચ મહિનામાં ભારે ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. પશ્વિમ ભારતીય શહેર અમદાવાદના લોકો ગરમીના લીધે ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગે આ વખતનો ઉનાળો આકરા રહેવાનું અનુમાન કર્યુ છે. જો કે અમદાવાદ મહાનગરપાલિકા સફાળી જાગી છે અને હીટ એક્શન પ્લાન (Heat Action Plan)તૈયાર કર્યો છે. હીટ એક્શન પ્લાન હેઠળ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર લૂ લાગવાના કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી હિટવેવના દર્દીને આઇસપેક અને ગ્લુકોઝ બોટલ ચડાવી અપાશે. મહત્વનું છે કે, રાજ્યના હવમાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં જ ગરમીનો પારો વધતા એપ્રિલ-મેમાં હિટવેવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે  
 
તો બીજી તરફ સ્લમ વિસ્તારોમાં ઠંડી છતને પહેલ આ આ મહિનાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદે પોતાના 5મા હીટ એક્શન પ્લાન અંતગર્ત નાગરિકો કાળઝાળ ગરમીથી બચાવવા માટે તથા ગરમીના લીધે સ્વાસ્થ્ય પ્રભાવો બચવા માટે એક પ્રારંભિક ચેતાવણી આપી છે.  
 
વર્ષ 2017 માં અમદાવાદના મેયર ગૌતમ શાહ અને મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે હીટ એક્શન પ્લાન અંતગર્ત ઠંડી છતની શરૂઆત કરી હતી. જે લોકો સસ્તામાં ઠંડક પુરી પાડે છે.IMD, IIPHG અને  NRDC ની ભાગીદારીથી અમદાવાદ શહેરના ગરીબ વિસ્તારો અને ઝૂંપડપટ્ટીઓ માટે હીટ એક્શન પ્લાનની શરૂઆત કરવામાં આવી હતી. 
 
દેશની પ્રથમ યોજના અમદાવાદ શહેર પર બનાવવામાં આવી હતી.દેશના પ્રથમ હીટ એક્શન પ્લાન માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી હતી. અહીં IIPHGની ટીમે માર્ચથી જૂન દરમિયાન શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં સતત વધતા તાપમાન અને ગરમીના વેબ પર સંશોધન કર્યું હતું. હીટ સ્ટ્રોકની પ્રતિક્રિયા, માનવ શરીર પર અસર અને ગરમીની વૃદ્ધિને કારણે થતા મૃત્યુને અટકાવવા પર અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવામાં આવ્યું હતું. મૂળભૂત રીતે ગરમીથી રક્ષણ માટે મુખ્ય રક્ષણાત્મક પગલાં 
લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં હવામાન વિભાગ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કામ કરે છે. હીટ એક્શન અને પ્રોટેક્શન પ્લાનમાં 3 પ્રકારના એલર્ટ થાય છે જાહેર હીટ એક્શન પ્લાનમાં ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ યલો એટલે કે જ્યારે શહેરનું તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાનું હોય, બીજું ઓરેન્જ એટલે કે જ્યારે શહેરનું તાપમાન 43 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાનું હોય, અને ત્રીજું રેડ એલર્ટ. આનો અર્થ એ છે કે જ્યારે તાપમાન 45 ડિગ્રી અથવા તેનાથી વધુ વધશે. તેના આધારે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે અને લોકોને હીટ સ્ટ્રોકથી બચાવવા અને ગરમી અને હીટ સ્ટ્રોકનો સામનો કરવા માટે પગલાં લેવામાં આવે છે.
આ મુદ્દાઓ પર કરવામાં આવે છે સંશોધન ઉનાળાની ઋતુમાં કયા વર્ગના લોકો મૃત્યુ પામ્યા? મૃત્યુના કારણો શું હતા? ગરમીમાં વધારો થવાના કારણો શું છે? મૃત્યુ અને ગરમીની વૃદ્ધિને રોકવા માટે શું પગલાં લઈ શકાય. કયા દિવસોમાં તાપમાન વધુ વધશે તેની આગાહી અને ચેતવણીઓ જાહેર કરવી.