દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વલસાડમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાની ફરિયાદો મળી રહી છે. 3 દિવસથી લોકો કમર સુધી ભરાયેલા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના કારણે બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી.
ભારે વરસાદ હોવા છતાં વારંવાર તંત્રને ફરિયાદ કરી હોવા છતાં હજી વલસાડ પાલિકા કે તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી લોકોમાં ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે. વલસાડ કલેકટર સીઆર ખરસાણે કિનારાના વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરી તંત્રને સાબદુ કરી દીધું હતું. વલસાડ તાલુકાના હનુમાનભાગડા, ઓવાડા, ધમડાચી, પાથરી, ઠક્કરવાડા, ઘડોઇ, જુજવા કાંજણરણછોડ, કાંજણહરિ, ભદેલી દેસાઇપાર્ટી, વેજલપોર અને લીલાપોરમાં નદીના તટ વિસ્તારથી દૂર રહેવા એલર્ટ કરાયા હતા.
- વાઢેર ગામમાં ઘરોમાં ઘુસ્યા પાણી
- ઘણા વર્ષો પછી મચ્છુંદ્રી નદીમાં આવ્યુ પાણી નદી ભયજનક સપાટીએ