ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 જુલાઈ 2022 (12:45 IST)

છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ, તંત્ર દ્વારા હાથ ધરાઇ બચાવ અને રાહત કામગીરી

છોટાઉદેપુર જિલ્લામાં અનરાધાર વરસી રહેલા વરસાદને જિલ્લાના બોડેલી સહિત અન્ય વિસ્તથાર જળબંબાકાર થતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે જિલ્લાના બોડેલી નગર સહિત નસવાડી, કવાંટ અને જેતપુર પાવી તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાની ઘટના બની હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયસૂચકતા વાપરી અસરગ્રસ્ત વિસ્તારના લોકોની બચાવ અને રાહત કામગીરી હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
 
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં સવારે ૦૬ થી ૦૮ કલાક દરમિયાન ૦૧ મી.મી, જેતપુર પાવી તાલુકામાં ૦૫ મી.મી, સંખેડા તાલુકામાં ૦૨ મી.મી, નસવાડી તાલુકામાં ૦૧ મી.મી, બોડેલી તાલુકામાં ૦૭ મી.મી અને કવાંટ તાલુકામાં ૦૩ મી.મી. વરસાદ નોંધાયો હતા. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં સવારે ૦૮ થી ૧૦ કલાક દરમિયાન ૦૯ મી.મી, જેતપુર પાવી તાલુકામાં ૦૬ મી.મી, સંખેડા તાલુકામાં ૨૦ મી.મી, નસવાડી તાલુકામાં ૧૫ મી.મી, બોડેલી તાલુકામાં ૮૭ મી.મી અને કવાંટ તાલુકામાં ૩૬ મી.મી. વરસાદ નોંધાયો હતા.
 
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન ૦૨ મી.મી, જેતપુર પાવી તાલુકામાં ૪૪ મી.મી, સંખેડા તાલુકામાં ૦૭ મી.મી, નસવાડી તાલુકામાં ૧૨ મી.મી, બોડેલી તાલુકામાં ૨૩ મી.મી અને કવાંટ તાલુકામાં ૬૫ મી.મી. વરસાદ નોંધાયો હતા. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં બપોરે ૧૨ થી ૦૨ કલાક દરમિયાન ૭૦ મી.મી, જેતપુર પાવી તાલુકામાં ૨૩ મી.મી, સંખેડા તાલુકામાં ૧૭ મી.મી, નસવાડી તાલુકામાં ૧૮ મી.મી, બોડેલી તાલુકામાં ૧૬૪ મી.મી અને કવાંટ તાલુકામાં ૯૬ મી.મી. વરસાદ નોંધાયો હતા.
 
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં બપોરે ૦૨ થી ૦૪ કલાક દરમિયાન ૧૩૭ મી.મી, જેતપુર પાવી તાલુકામાં ૧૭૫ મી.મી, સંખેડા તાલુકામાં ૨૪ મી.મી, નસવાડી તાલુકામાં ૧૨ મી.મી, બોડેલી તાલુકામાં ૧૩૦ મી.મી અને કવાંટ તાલુકામાં ૩૨ મી.મી. વરસાદ નોંધાયો હતા. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં સાંજે  ૦૪ થી ૦૬ કલાક દરમિયાન ૩૫ મી.મી, જેતપુર પાવી તાલુકામાં ૧૫ મી.મી, સંખેડા તાલુકામાં ૭૨ મી.મી, નસવાડી તાલુકામાં ૧૭ મી.મી, બોડેલી તાલુકામાં ૪૩૩ મી.મી અને કવાંટ તાલુકામાં ૨૮૬ મી.મી. વરસાદ નોંધાયો હતા. ભારે વરસાદના પગલે માર્ગ અને મકાન સ્ટેટ હેઠળના હસ્તકના ૧૨ જેટલા રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ રસ્તાઓ અવર જવર માટે બંધ કરવામાં આવ્યા હતા.
 
છોટાઉદેપુર જિલ્લાના અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે બોડેલી નગર સહિત જિલ્લાના અન્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગરી શરૂ દેવામાં આવી છે. જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી ઝડપી બને એ માટે રાજયકક્ષાએથી બે બે એસ.ડી.આર.એફની ટીમો તેમજ એક અગ્નિશામક દળ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યું છે એમ જણાવી તેમણે સાંજે ચાર કલાક સુધીમાં ૪૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા હોઇ, કોઇ પણ નાગરિકે અફવાથી દોરવાઇ ન જવા અપીલ કરી છે.