શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (18:02 IST)

સુરતમાં એન્જિનિયરે લિફ્ટમાં ઘૂસી કિશોરી સામે જ પેન્ટ ઉતાર્યું

સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. અશ્લીલ હરકત કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટિનેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે. તેના દ્વારા આવી અશ્લીલ હરકતો કરી છેડતી કરાતાં રોષ વરસાવવામાં આવી રહ્યો છે.  બિલ્ડિંગની લિફ્ટમાં 27 વર્ષીય યુવકે કિશોરી સામે અશ્લીલ હરકત કરી છેડતી કરી હતી. 
 
લિફ્ટના સીસીટીવીથી યુવકની તમામ હરકત સીસીટીવીથી સામે આવી ગઈ હતી. 15 વર્ષીય કિશોરીની સામે અશ્લીલ હરકતો કરી હતી. કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે વિકૃત યુવક પણ અંદર ઘૂસી ગયો હતો. લિફ્ટમાં કિશોરી અને યુવક જ હતાં. દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈ યુવકે તેની સામે ગંભીર અશ્લીલ હરકત કરવાનું શરૂ કર્યું હતું. 
 
યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું, જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. બાદમાં કિશોરીએ રડતાં રડતાં સમગ્ર હકીકત ઘરે જઈ તેનાં માતા-પિતાને કહી હતી