મંગળવાર, 15 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (12:55 IST)

કે મહેતા ગ્રુપ પર પણ IT વિભાગની તવાઈ, 20થી વધારે જગ્યાઓએ આઈટી વિભાગનું મેગા ઓપરેશન

અમદાવાદમાં આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન સર્ચ હાથ ધર્યુ છે. અમદાવાદ શહેરના જમીન ડિલરોને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર બિલ્ડરોના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો દરોડા પાડવામાં આવ્યા છે. મોટા પાયે આર્થિક વ્યવહારોની આશંકાને લઈને વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાના સમાચાર છે.  અમદાવાદમાં ત્રણ ગ્રુપો પર આ કાર્યવાહી ચાલી રહી છે. આ બિલ્ડરોમાં યોગેશ પૂજારા, દિપક ઠક્કર, નિલા ઇન્ફ્રાસ્ટ્રક્રચર ગ્રુપની વિવિધ જગ્યાઓ પર કાર્યવાહી કરાઈ છે. અમદાવાદમાં કુલ 24 જગ્યાઓએ દરોડા કરવામાં આવ્યા છે. આ દરોડામાં કરોડોની કરચોરી સામે આવવાની આશંકા છે.
 
થોડા દિવસ પહેલા જ રાજકોટમાં ઘણાં લાંબા સમય બાદ IT દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ બોલાઇ છે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવતા અન્ય બિલ્ડર ગ્રુપમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 24 થી વધુ સ્થળોએ તપાસ કાર્યવાહી ચાવી રહી છે અને 150 થી વધુ અધિકારીઓ તેમાં જોડાયા છે.