સંબંધિત સમાચાર
- જુઓ માણસનો શોખ કેવો ભારે પડે છેઃ અમદાવાદમાં પતંગની દોરીથી મૃત્યુ પામેલાં પક્ષીઓની સ્મશાન યાત્રા કઢાઈ
- 17 વર્ષીય નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો
- સ્કિલ્ડ યુવાનો થકી દેશ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનશે: ગૃહમંત્રી અમિત શાહ
- ભારતમાં CCI તપાસની વચ્ચે ઍમેઝોનના માલિક જેફ બેઝોસ ભારતમાં, એક અબજ ડૉલરનું રોકાણ કરશે
- સાહસને સલામ, 4 કલાક સુધી બરફમાં ચાલીને 100 જવાનને ગર્ભવતી મહિલાને પહોંચાડ્યું હોસ્પીટલ
કેનેડામાં બોરસદની યુવતીની લાશ મળી, સાંસરીયાઓ પર હત્યાનો આક્ષેપ
બોરસદના પામોલની યુવતીની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા યુવતીના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. સાસરિયાઓ જ યુવતીની હત્યા કરાવી છે તેવો યુવતીના પરિવારનો આક્ષેપ છે. પોલીસે હત્યા છેકે અકસ્માત તે તરફ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી બોરસદના પામોલની વતની હતી. તેના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. યુવતી છેલ્લા ત્રણ વર્ષથી પતિ કેનેડામાં રહેતી હતી. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે વીતી રહ્યા હતા. જોકે છેલ્લા એક વર્ષથી સાસરિયા તરફથી યુવતીને સતત ત્રાસ મળી રહ્યો હતો. યુવતીની હત્યા તેના સાસરિયાઓએ જ કરાવી છે તેવો આક્ષેપ યુવતીના પરિવારજનોએ લગાવ્યો છે.
