મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ડિસેમ્બર 2019 (17:30 IST)

સુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ, ઈ-એજન્સીઓએ કરી મનમાની

સુરતમાં સીટી બસ અને BRTS બસનું ડ્રાઈવર-કંડક્ટર અને એજન્સીઓનું ટિકિટ કૌભાંડ બહાર આવ્યુ છે. એક બાજુ સરકાર ચોપડા આ બંને જાહેર સાહસો ખોટ બતાવી રહ્યા છે બીજી બાજુ જાહેર જનતા તેનો ભરપૂર ઉપયોગ કરી રહી છે ત્યારે ખરેખર બસમાં રોજ આટલા લોકો મુસાફરી કરતા હોય તો ખોટ ન જવી જોઈએ પરંતુ ખોટ કેમ જઈ રહી છે તેનું કારણ જ એ છે કે, વચ્ચે જ કટકી ખવાઈ જાય છે જેને લીધે ટ્રાન્સપોર્ટ સાહસ નફાને બદલે ખોટનો ધંધો કરે છે.

સુરતમાં સીટી બસ અને BRTS બસમાં ટિકિટ ન આપવાનું કૌભાંડ સામે આવ્યુ છે. વિજીલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ હતુ. છેલ્લા 7 મહિનામાં વિજિલન્સની તપાસમાં ઈ-એજન્સીઓની મનમાની એને ડ્રાઈવર- કંડક્ટરની ગેરરીતિ સામે આવી હતી. આ તપાસમાં 70 ડ્રાઈવર ઓવર્સપિંગ કરતા ઝડપાયા હતા. જ્યારે 121 કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા.