1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (18:40 IST)

વિધાનસભાઃ- સરકારે વિદ્યાર્થીઓ પાસેથી હજાર રૂપિયા લીધા પણ અડધાને નમો ટેબ્લેટ નથી મળ્યાં

સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપવાનો ગુજરાત શિક્ષણ વિભાગ દાવો કરે છે, પણ વિદ્યાર્થીઓને એ ખરેખર મળે છે? જવાબમાં ના છે. કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે રજુ કરેલા આંકડા મુજબ પ્રથમ શૈક્ષણિક ટર્મના અંતે 50% અથવા 1,58,966 વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી.

પ્રથમ વર્ષમાં 3,09,651 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ વર્ષની શરૂઆતમાં 1000 રૂપિયા ભર્યા હતા, પણ અડધાને ટેબ્લેટ મળ્યા નથી. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદ અને ગાંધીનગર કોલેજના વિદ્યાર્થીઓએ ટેબ્લેટ નહીં મળ્યાની રજુઆત કરી હતી.

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે લીનોવો ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડે હજુ 50000 ટેબ્લેટ આપ્યા નથી. 1,50,785 વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા છે.

વિપક્ષી કોંગ્રેસે જણાવ્યું હતું કે સરકારે ડિવાઈસ માટે વેન્ડર કરતાં 162 કરોડ રૂપિયા વધુ ચુકવ્યા છે. વેપારીઓ પાસે સસ્તા ભાવે ટેબ્લેટ મળે છે. ઓવર પેમેન્ટની ફરિયાદ પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મામલાની તપાસ કરવા ખાતરી આપી હતી.

ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર રૂા.6647ના ભાવે 4જી કોલીંગ ટેબ્લેટ ખરીદી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના દાવા મુજબ અલીબાબા ડોટ કોમ જેવા ઈ-કોમર્સ પ્લેયફોર્મ પર 4જી કેફીંગ ફેસીલીટી અને 7 ઈંચના સ્ક્રીનવાળું ટેબ્લેટ 1400માં મળે છે. રૂપાણીએ તપાસની ખાતરી આપતાં જણાવ્યું હતું કે અમે જે ટેબ્લેટ આપી રહ્યા છે તે ડયુલ સીમ, 2 જીબી રેમ અને 16 જીબી ઈન્ટર્નલ સ્ટોરેજવાળા છે.