શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 એપ્રિલ 2021 (19:45 IST)

કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લેવાશે, હાઇકોર્ટમાં આટલા દિવસનું લોકડાઉન જાહેર

ખરીદી કરવા મોલ તેમજ શાક માર્કેટમાં લોકોની દોડધામ શરૂ થઇ ગઇ છે,ગુરુવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવાર 6 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. 
 
નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને લોકડાઉન અંગે ટકોર પણ કરવામાં આવી છે. કોરોનાની ચેઇન તોડવા માટે કોઇ મોટુ પગલું લેવું જરૂરી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે સરકારને પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. જેના પગલે લોકડાઉન થાય તેવી શક્યતાઓને જોતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 
 
જો કે સરકાર લોકડાઉન કરે કે કેમ તે અંગે હજી સુધી કોઇ જ નિર્ણય થયો નથી. પરંતુ વિકેન્ડ કર્ફ્યૂની શક્યતાઓને જોતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત હાઇકોર્ટેને મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર લોકડાઉન કરે કે ન કરે પરંતુ હાઇકોર્ટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. હાઇકોર્ટ 10 એપ્રીલથી 14 એપ્રીલ સુધી બંધ રહેશે. સમગ્ર હાઇકોર્ટમાં સાફસફાઇ અને સેનિટાઇઝેાશનની કામગીરીના કારણે બંધ રહેશે. તેનો નિર્ણય ખુદ ચિફ જસ્ટિસ દ્વારા લેવામાં આવ્યો હતો. હાઇકોર્ટ પાંચ દિવસ સુધી બંધ રહેશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 અને 11 તારીખે શનિ રવિ હોવાના કારણે હાઇકોર્ટ બંધ જ રહેતી હોય છે. તો બીજી તરફ 13 અને 14 તારીખે ચેટિચંદ અને આંબેડકર જયંતી હોવાનાં કારણે હાઇકોર્ટ બંધ રહેતી હોય છે. તેવામાં એક દિવસ વધારે લંબાવીને ચિફ જસ્ટિસ દ્વારા પાંચ દિવસનાં સેનિટાઇઝેશન અને સફાઇ કામગીરી માટે રજાની જાહેરાત કરી દેવામાં આવી છે.
 
અમારી અપીલ
ખોટી અફવાઓ અને ચર્ચાઓથી ગભરાઈને લોકોએ ભીડ ના કરવી. લોકડાઉનના ભયને કારણે થતી ભીડ વધુ ભારે પડી શકે છે. લોકોએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું ના જોઈએ. કોઈપણ પ્રકારનો ડરના રાખવો જોઈએ. બજારમાં ભીડ ભેગી થશે તો કોરોના વધુ વકરશે અને સ્થિતિ વધારે પ્રમાણમાં વણસી જશે. લોકોએ કોઈપણ ચર્ચાઓથી ગભરાઈ જરૂર નથી. સોશિયલ મીડિયા પર આવેલી કોઈપણ વાતને સાચી માનશો નહીં.