ખેડૂતો અને મોદી સરકાર વચ્ચે નવમી બેઠક શરૂ, સમાધાન આવશે?

Last Modified શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (14:49 IST)
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર કૃષિકાયદાઓને લઈને કેન્દ્ર સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂતોની વચ્ચે આજે નવમા તબક્કાની ચર્ચા છે.
ગત આઠમી જાન્યુઆરીએ છેલ્લી બેઠક મળી હતી, જેમાં કંઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂતો કૃષિકાયદાઓને રદ કરવાની માગને લઈને અડગ છે.

સંયુક્ત કિસાન મોરચાના બલબીરસિંહ રાજેવાલે કહ્યું, "અમે સરકાર સાથે ચર્ચા કરીશું. અમારે બહારની કમિટી સાથે ચર્ચા કરવી નથી. અમારી મુખ્ય માગ કૃષિકાયદાઓને પરત લેવાની છે, તેનાથી ભટકાવવાની આ વાત છે."

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, "સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લાં મને ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે ખેડૂતોની તમામ સમસ્યા માટે સંવેદનશીલ છીએ."
12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓને ચકાસવા માટે ચાર સભ્યોની કમિટી બનાવી હતી. જોકે ખેડૂત સંગઠનોએ તેમની સાથે ચર્ચા નહીં કરે તેમ કહ્યું હતું.આ પણ વાંચો :