1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 મે 2020 (16:51 IST)

રાજ્યમાંથી વિદાય લઈ રહેલા શ્રમિકો ફરી ગુજરાતમાં પધારશે ખરા?

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક વાગ્યાથી બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી પરપ્રાંતીયો રોડ પર બેસીને પોતાના વતન જવા માટે રઝળતા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં અંદાજે 2200થી વધુ શ્રમજીવીઓ પોતાના પરિવાર અને સામાન સાથે બેસેલા જોવા મળ્યા હતા. જેમને મામલતદાર તરફથી મંજૂરી મળી હતી તેમને બસ મારફતે રેલવે સ્ટેશન લઈ જવાયા હતા. પરપ્રાંતીયઓ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘બહુ ખરાબ હાલતમાં અમને ગુજરાત છોડીને જવું પડી રહ્યું છે.

યુપીના રહેવાસી સગર્ભા મહિલા અર્ચનાબેન અને નિતુબેને કહ્યું હતું કે, ‘છેલ્લા 20 કલાકથી અનાજ મોંઢામાં નથી નાખ્યું. અમારે બસ વતન જવું છે. અહીંયા રહીશું તો ભૂખને કારણ મરી જઈશું. હું 7 મહિનાથી ગર્ભવતી છું. આજે મારો પરિવાર રસ્તા પર આવી ગયો છે. 3 દિવસથી અમે નાહ્યા પણ નથી. કલેક્ટર કચેરીએ 40 ડિર્ગી ગરમીમાં ફોર્મ ભરવા પણ ગયા હતા, બસ હવે ભગવાન અમને અમારા ઘરે પહોંચાડી દે તો સારું શહેર અને જિલ્લામાં વસતા શ્રમજીવીઓને પોતાના વતન મોકલવા શુક્રવારે સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી 6 ટ્રેન યુપી માટે રવાના થઈ હતી. એક ટ્રેનમાં 1200 શ્રમિકોનો સમાવેશ કરાયો હતો. જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, ‘સામાજિક અંતરને ધ્યાનમાં રાખી ટ્રેનમાં બેઠક વ્યવસ્થા કરાઈ હતી. 6 ટ્રેનમાં 7200 શ્રમિકોને યુપી મોકલવામાં આવ્યા હતા. આ સમયે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આ‌વ્યું હતું. પાલનપુર ખાતે શ્રમજીવીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં તેઓની સંખ્યાને ધ્યાને રાખીને વધુ ટ્રનો દોડાવાશે.