મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (16:33 IST)

યુવાનની 50 હજાર રૂપિયા ભરેલી થેલી રસ્તામાં પડી ગઇ, રિક્ષાચાલકને મળી, પોલીસે CCTVના આધારે રિક્ષાચાલકને શોધી થેલી પરત કરી

રાજકોટમાં યુવાન બેંકમાંથી 50 હજાર રૂપિયા ઉપાડીને બાઇક પર પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં રૂપિયા ભરેલી થેલી પડી ગઈ હતી. બાદમાં થેલી શોધવા રસ્તા પર હતો ત્યારે પેટ્રોલિંગમાં રહેલી પોલીસે તેની મદદ કરી હતી. આ થેલી રિક્ષાચાલકને મળી હોવાથી સીસીટીવીના આધારે પોલીસ તેને શોધ્યો હતો. બાદમાં રિક્ષાચાલકે પોલીસ સ્ટેશન આવીને યુવાનને તેની 50 હજાર ભરેલી થેલી પરત કરી પ્રામાણિકતા વ્યક્ત કરી હતી. માલવીયાનગર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બિગ બજાર પાસે એક વ્યક્તિ કંઈક શોધી રહ્યો હતો. જેથી પોલીસે જણાવ્યું કે કંઈ તકલીફ છે. તો મોહનભાઈ હાપલીયા નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી 50 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડ્યાં હતા. જે પૈસા થેલીમાં રાખી મોટર સાઇકલ લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન પૈસાની થેલી પડી ગઈ છે. આ થેલી રિક્ષાચાલકને મળી હતી. CCTVના આધારે પોલીસે રિક્ષાચાલકની શોધી થેલી મૂળ માલિકને પરત કરાવી પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પૈસા ભરેલી થેલી એક રિક્ષાચાલક ઉઠાવી રહ્યો હતો. જેથી પોલીસે રિક્ષાચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસે રિક્ષાચાલકની રિક્ષાના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.રિક્ષાચાલકના નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતાં રિક્ષાચાલકનું નામ અને સરનામુ મળી આવ્યું હતું. જેથી પોલીસે રિક્ષાચાલકના ઘરે જઈ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે જાહેર રોડ પર એક થેલી પડેલી જોવામાં આવતા મેં લઈને રિક્ષામાં રાખી દીધી હતી. જે પૈસાની થેલી પોલીસે કબ્જે કરી મૂળ માલિકને પરત કરી સરાહનીય કામગીરી કરી છે. ત્રણ મહિના પહેલા શહેરની દોશી હોસ્પિટલમાં કોઇ વ્યક્તિ કાગળમાં વીંટેલા 5 તોલા સોનાના દાગીના ભૂલી ગયા હતા. મૂળ ખારચિયા હાલ રાજકોટમાં રહેતા ઘનશ્યામભાઇ પોતાની માતાની દવા લેવા માટે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેઓને આ દાગીના તેઓએ હોસ્પિટલના પ્રતિનિધિઓ અને વોર્ડ નં-13ના શૈલેષભાઇ ડાંગરના સહકારથી આ દાગીના મૂળ માલિક મહેન્દ્રભાઇ કોટકને પરત કરી ઇમાનદારી દાખવી હતી. મહેન્દ્રભાઇએ ઘનશ્યામભાઇનું ફૂલનો હાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો.