વડોદરાના વાલીએ પત્ર લખીને ડાકોરમાં ભગવાન રણછોડજીની મદદ માંગી
ફી મુદ્દે આંદોલન કરી રહેલા શૈશવ સ્કૂલના વાલીએ રણછોડજી પાસે મદદ માંગતો પત્ર લખ્યો છે. રણછોડજી મહારાજને સંબોધીને લખેલા આ પત્રમાં શાળા સંચાલકોને સદબુદ્ધી આપવા અને વાલીઓની મદદ કરવા માટે વિનંતી કરી છે. ડાકોર સ્થિત રણછોડજી મંદિરમાં વાલીએ પોતાની અરજી રણછોડજીની પ્રતિમા સમક્ષ અર્પણ કરી હતી. શાળાઓને સદબુદ્ધી આપો કે શાળાઓ વિદ્યાનો સાગર છે કોઇ ધંધો નથી, તેઓને સદબુદ્ધી આપો વડોદરાના વાલીઓ છેલ્લાં ઘણાં મહિનાઓથી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની ફી મુદ્દે આંદોલન ચલાવી રહ્યાં છે. આંદોલનકારી વાલીઓ વતી શૈશવ સ્કૂલના વાલી ભાવિક દવેએ રણછોડજીને પત્ર લખ્યો છે. આ એ જ વાલી છે જેમના વિરુદ્ધમાં શૈશવ સ્કૂલના સ્ટાફ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પત્રમાં તેમને લખ્યું છે કે, ગત મહિને શૈશવ સ્કૂલ ખાતે હું અને મારા સાથી વાલીઓ ફી વધારાના સંદર્ભે આવેદન આપવા ગયા હતાં, જે આવેદન સ્વિકાર્યું ન હતું. તદુપરાંત મારી ઉપર મારામારીની ખોટી ફરીયાદ કરેલી છે. તો અમારી અરજ છે કે સત્યનો સાથ આપી બધા વાલીઓની તરફેણમાં મદદ કરો.બધી શાળાઓ જે અંધાધૂંધ ફી લે છે તો તેઓને સજબુદ્ધી આપો કે શાળાએ વિદ્યાનો સાગર છે. કોઇ ધંધો નથી.