મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 માર્ચ 2018 (11:49 IST)

કચ્છ બાદ ધ્રાંગધ્રામાં 8 શંકાસ્પદ લોકોના મોબાઈલ ટ્રેસ, સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી

ગુજરાતમાં સુરક્ષાને જોતાં વધુ સવાલો ખડાં થઈ રહ્યાં છે. કચ્છમાંથી છાશવારે પાકિસ્તાની બોટો પકડાતી હોવાની સાથે સાથે હવે સાયબર સુરક્ષાના નામે સવાલો ખડાં થયાં છે. થોડા સમય પહેલાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાંથી પાકિસ્તાની વોટ્સએપ ગૃપ ચર્ચામાં આવ્યું હતું. કચ્છમાં શંકાસ્પદ શખ્સોના વિદેશી મોબાઇલ નંબર ટ્રેસ થયા બાદ આ આઠ જેટલા શખ્સોના ધ્રાંગધ્રામાં નંબર ટ્રેસ થતાં ગુપ્તચર વિભાગના મેસેજ વહેતા થયા હતા. ત્યાર બાદ પોલીસ, આર્મી અને વિવિધ એજન્સીઓ ધ્રાંગધ્રા ખાતે દોડી આવી હતી.

હાલ આ શંકાસ્પદ શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે ધ્રાંગધ્રા આર્મી કેન્ટોનમેન્ટમાં તકેદારીના પગલાંને ધ્યાને લઈ સિક્યુરીટી વધારી દેવાઈ છે. છેલ્લા થોડા સમયથી આર્મી કેમ્પ પર હુમલાના બનાવો વધ્યા રહ્યા છે. જેને પગલે ગુપ્તચર વિભાગ દ્વારા કચ્છમાં આઠ શંકાસ્પદ શખ્સોના વિદેશી મોબાઇલ દ્વારા દેશ બહાર વાત કરતા તેના મેસેજ ટ્રેસ થયા હતા. જેથી શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડવા માટે દોડધામ શરૂ કરી દીધી હતી. જેમાં મંદિરો, આર્મી કેન્ટોનમેન્ટ સહિતના વિસ્તારમાં સિક્યુરીટી વધારી દેવામા આવી હતી. કેન્ટોનમેન્ટમાં સુરક્ષાને ધ્યાને લઈને બહારથી આવતા વાહનો અને લોકોના આઈડી ચકાસી પ્રવેશ આપવા સાથે હથિયારધારી જવાનો સાથે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ શંકાસ્પદ શખ્સોના મોબાઇલ નંબર ધ્રાંગધ્રામાં વાત કરતા ટ્રેસ થયા હતા. આ અંગે ગુપ્તચર વિભાગ દ્વારા મેસેજ કરવામા આવતા આર્મી અને અન્ય એજન્સી ધ્રાંગધ્રા ખાતે આવી શંકાસ્પદ શખ્સોની ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી.    હાલ આર્મી કેન્ટોનમેન્ટમાં અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત મુખ્ય ગેટ અને રસ્તા પર હથિયારધારી જવાનો સાથે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.