મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 માર્ચ 2018 (12:34 IST)

પીએમ મોદીની રંઘોળા પાસે ગોઝારા અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય

ગુજરાતમાં ભાવનગર નજીક રંઘોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે. ઘટનાસ્થળે 31ના મોત બાદ સારવાર દરમિયાન 7ના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે મોદીએ મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખની જાહેરાત કરી છે તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રંઘોળા અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે. આ સહાય પોતાના રાહત કોષમાંથી આપશે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે.