મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવસારી, , મંગળવાર, 26 જૂન 2018 (10:55 IST)

નવસારીમાં ધોધમાર વરસાદ પડતા પાણી રેલ્વે ટ્રેક પર ફરી વળ્યા

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયા હતા. વરસાદી પાણી ટ્રેક ઉપર ભરાઈ જતાં રેલ વ્યવહાર ઉપર અસર વર્તાયી હતી. કેટલીક ટ્રેનોને બિલિમોરા સ્ટેશન ખાતે જ રોકી દેવામાં આવતાં મુસાફરો પણ અટવાઈ પડ્યા હતા. બીજી તરફ બિલિમોરા વિસ્તારમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં સૌથી વધુ ચીખલીમાં 120 એમએમ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થઈ જતાં એક તરફ ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વરસાદને કારણે વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહાર ઉપર અસર વર્તાયી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતાં ટ્રેન વ્યવહાર ઉપર અસર વર્તાયી છે. કેટલીક ટ્રેનોને બિલિમોરા રેલવે સ્ટેશને રોકી દેવામાં આવી હતી. અમદાવાદ પેસેન્જર તેમજ ભીલાડ એક્ષપ્રેસને બીલિમોરામાં થોભાવી દેવાતાં પેસેન્જરો અટવાઈ પડ્યા હતા.

બિલીમોરા વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. નવસાર જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરીએ તો નવસારીમાં 5 એમએમ. જલાલપોરમાં 3 એમએણમ, ગણદેવીમાં 23 એમએમ, ચીખલીમાં 120 એમએમ, વાંસદામાં 46 એમએમ અને ખેરગામમાં 95 એમએમ વરસાદ નોંધાયો હતો.