1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2024 (17:55 IST)

બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો, સુરતમાં રિક્ષાચાલકની હેવાનિયત સામે આવી

news
news


બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો છે. એક રિક્ષાચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી. જો કે, એક મહિલાએ તેનો વીડિયો ઉતારી લઈની જાગૃતાને કારણે રિક્ષાચાલકની પોલ ખુલ્લી પડી હતી.

જેમાં વાત એવી છે કે રિક્ષાચાલક 11 વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યાને આવતાં તેણે ફોનમાં વીડિયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીને જાણ કરી હતી, જેથી વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગયો અને તેની માતાને વીડિયો બતાવતાં તે ચોંકી ઊઠી હતી. માતાએ પૂછતાછ કરતાં બાળકીએ કહ્યું કે, રિક્ષાચાલકે તેને સળગાવી દેવાની ધમકી આપી હતી, જેથી ઘરે જાણ કરી ન હતી.માતાએ બાળકીને વિગતવાર પૂછતાં તેણે કહ્યું હતું કે, રિક્ષાચાલક અખ્તર છેલ્લા 3 મહિનાથી સગરામપુરા પાસે 8-10 મિનિટ રિક્ષા થોભાવી ગંદી હરકતો કરતો હતો. આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતાં અઠવા પોલીસે અખ્તર રઝા મુનીયાર (42) (રહે, મૌલવી સ્ટ્રીટ, સગરામપુરા) સામે રેપ, પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી પરિણીત છે, પણ સંતાન નથી. પોલીસને આશંકા છે કે આરોપી અખ્તરે અન્ય વિદ્યાર્થિનીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોય શકે છે.આરોપી અખ્તર રઝા મુનીયારે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે મોબાઇલ ફોનમાં પોર્ન વીડિયો જોઇને ઉત્તેજિત થતો હતો અને ત્યાર બાદ બાળકી સાથે ગંદી હરકતો કરતો હતો. હાલમાં પોલીસે ફોન FSLમાં મોકલ્યો છે. આ ઉપરાંત આરોપીએ અન્ય કોઈ બાળકીને પણ શિકાર બનાવી છે કે કે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.