સંબંધિત સમાચાર
- બંગાળમાં ટીએમસીને લોકો પંસદ કરે છે... મતદાન કરવા ગુજરાત આવેલ યુસુફ પઠાણે કરી મોટી ભવિષ્યવાણી
- મતદાન કરો, ફાયદો મેળવો: ક્યાંક 25% ડિસ્કાઉન્ટ તો ક્યાંક પેટ્રોલમાં સીધી છૂટની જાહેરાત
- અમદાવાદમાં કોંગ્રેસ, સૂરતમાં AAP અને વડોદરા-રાજકોટમાં BJP ની પ્રતિષ્ઠા દાવ પર, કોણ જીતશે સેમીફાઈનલ
- મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ
- કેદારનાથમાં ગુજરાતના યાત્રાળુનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ; પરિવારે 5 કલાકના વિલંબ પછી હેલી-ટ્રાન્સપોર્ટ માટે રૂ. 65,000 ચૂકવ્યા
PM મોદીનો ગુજરાત પ્રવાસ: વડોદરામાં 150 કરોડના સરદારધામનું ઉદ્ઘાટન કરી જનતાને આપશે ભેટ
ગુજરાતમાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી 11 મેના રોજ પ્રધાનમંત્રી મોદી વડોદરાની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરામાં નેશનલ હાઈવે પાસે નવનિર્મિત ભવ્ય 'સરદારધામ' સંકુલનું લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરી શકે છે.
વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને તૈયારીઓની સમીક્ષા
પીએમના સંભવિત પ્રવાસને પગલે સ્થાનિક વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરદારધામ સંકુલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, હેલીપેડ અને કાર્યક્રમના આયોજન અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેથી કાર્યક્રમ નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે.
₹150 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક છાત્રાલયની સુવિધા
વડોદરામાં તૈયાર થયેલું આ સરદારધામ સંકુલ અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશાળ સંકુલમાં આધુનિક સુવિધાઓ સાથેનું છાત્રાલય બનાવવામાં આવ્યું છે, જેમાં 2000 જેટલા દીકરા-દીકરીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ સંકુલ આશીર્વાદરૂપ સાબિત થશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આધુનિક ટ્રેનિંગ સેન્ટર
સરદારધામ માત્ર રહેવા માટેનું છાત્રાલય જ નહીં, પરંતુ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે. અહીં UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન પૂજું પાડીને વિદ્યાર્થીઓને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે અહીંથી પ્રોત્સાહન આપવામાં આવશે.
