શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , શનિવાર, 13 જુલાઈ 2024 (17:12 IST)

રાજકોટ અગ્નિકાંડઃ પીડિતોની CM સાથેની મુલાકાત બાદ ઉકેલ નહીં, કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢશે

rajkot gamzone
rajkot gamzone
ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે મુખ્યમંત્રીએ કરેલ મુલાકાત બાદ આજે રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પીડિત પરિવારોને સાથે રાખી પત્રકાર પરિષદ યોજી હતી. આ ઘટનાના પીડિતોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને પણ ઉકેલ નહીં આવતાં કોંગ્રેસ હવે આગામી 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન મોરબીથી અમદાવાદ સુધી ન્યાય માટે પદયાત્રા કરશે. આ યાત્રામાં અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ જોડવામાં આવશે. બીજી તરફ ખુદ રાહુલ ગાંધી પણ આ યાત્રામાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. 
 
પીડિત પરિવારની માંગોનો કોઈ ઉકેલ આવ્યો નથી
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફોરન્સ માધ્યમથી પીડિત પરિવારો સાથે સંવાદ કર્યો, રૂબરૂ મુલાકાત કરી એટલે પીડિત પરિવારોને મુખ્યમંત્રી આવાસ ખાતે બોલાવવામાં આવ્યા પણ તેમને સાંભળવામાં આવ્યા નથી અને તેમને બોલવા દેવામાં આવ્યા નથી માત્ર તેમની મજાક બનાવવા માટે જ ત્યાં બોલાવ્યા હતા. પીડિત પરિવારોની જે માંગ છે તેનો ઉકેલ લાવવા માટેની કોઈ ખાતરી આપવામાં આવી નથી.
 
ભાજપના એક પણ નેતા હજી સુધી મળવા આવ્યા નથી
પીડિત પરિવારના તુષાર ધોરેચાએ જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટરથી લઇ ધારાસભ્ય કે સાંસદ સભ્ય સુધી કોઈને અમારી યાદ આવી નથી. અમે અલગ અલગ 12 મુદ્દાની રજુઆત તેમના સમક્ષ મૂકી છે. અમે 10 પરિવારોએ સહી કરી આ 12 મુદ્દાની રજુઆત ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં કરી છે.અમારી કોઈ માંગ સંતોષવામાં આવી નથી પીડિત પરિવારના સભ્ય અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,અગાઉ અમને રાહુલ ગાંધી મળ્યા હતા એટલે જો અમારા પ્રત્યે સંવેદના હોત તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અગ્નિકાંડ થયો બીજા દિવસે રાજકોટ આવ્યા હતા આ સમયે અમને પીડિત પરિવારોને મળવા તેઓ શા માટે આવ્યા ન હતા.