શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 મે 2018 (13:26 IST)

અમદાવાદ સહિતના મહાનગરો બાદ હવે રાજકોટમાં રાત્રીબજાર ધમધમશે

અમદાવાદ, વડોદરા અને સુરતની જેમ હવે રાજકોટમાં પણ રાત્રિબજાર શરૂ થવા જઇ રહ્યું છે. જે રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર છે.  રંગીલા રાજકોટની રંગીલી જનતા માટે જલ્દી એકવાર ફરી રાત્રિબજાર શરૂ થવા જઇ રહ્યું છે. રાજકોટવાસીઓ હરવાફરવા અને ખાવાપીવાના શોખીન હોય છે. એક સમયે રાજકોટ શહેરમાં મોડી રાત સુધી ચહલપહલ હતી. જેમાં એક સમય બાદ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે મનપા દ્વારા ફરી એકવાર રાત્રિબજાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હોકર્સને રોજગારી મળી રહે તેમજ શહેરીજનોને ઓર્ગેનાઇઝડ ફૂડ બઝારની સુવિધા મળે તે હેતુથી  યાજ્ઞિક  રોડ પર આવેલ ડોક્ટર દસ્તુર માર્ગ પર ૧૦૦ મીટર વિસ્તારમાં રાત્રીબજાર શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બજાર સાંજના ૫ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે અને સારો પ્રતિસાદ મળ્યા બાદ જરૂરિયાત મુજબ સમયમર્યાદા વધારી ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં પણ રાત્રીબજાર શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.