શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (15:00 IST)

અમદાવાદમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે બેનર અને સ્લોગન સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો

રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે સરકારે નિર્ણય નહીં લેતા વિરોધના સુર વહેતા થયાં છે. રાજ્યનાં 4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ પણ કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને સ્લોગનો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ વિશે કહ્યું હતું કે, અમને પણ માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો. આજે 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે.હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ. રિપીટર્સને માસ પ્રમોશન ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. આ સ્થિતિમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતું હોય તો રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ સરકારે વિચારણા કરવી જોઈએ. રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ, ખાનગી શિક્ષકો અને વાલીઓ દ્વારા કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં ન આપવામાં આવે અન્ય વિકલ્પ આપવો જોઈએ.