ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 ડિસેમ્બર 2025 (09:52 IST)

Dang Accident - સાપુતારા નજીક પટેલ પરિવારને અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 6 ના મોત

saputara accident
સાપુતારા નજીક સુપ્રસિધ્ધ યાત્રા ધામ સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા અકસ્માતની ઘટના બની છે.  મળતી માહિતી મુજબ, સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ છ લોકોનું ઘટનાસ્થળે જ સ્થળ પર મોત થયું.

 
મૃતક તમામ લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
 
મૃતકોની યાદી 
1. કીર્તિ પટેલ (ઉ.50) ચાલક 
2. રસીલાબેન પટેલ (ઉ.50)
3. વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.65)
4. લતાબેન પટેલ  (ઉ.60)
5. પચનભાઈ પટેલ (ઉ.60) 
6 મણીબેન પટેલ (ઉ.70)