સુરતના બાળ કલાકારની પ્રધાનમંત્રીએ કરી પ્રશંસા, જાણો પાર્થે એવું શું કર્યું?
કહેવામાં આવે છે કે કલાકાર ફક્ત પ્રશંસાના ભૂખ્યા હોય છે અને જો તેમની પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે તો ખુશીનું કોઇ ઠેકાણું ન રહે. પ્રધાનમંત્રી તરફથી તેમને તેમના પત્રનો જવાબ મળતાં સુરતના ધોરણ 9ના વિદ્યાર્થી પાર્થ મેહુલ ગાંધીની સાથે કંઇક આવું જ થયું. હકિકતમાં પાર્થએ પ્રધાનમંત્રી મોદીનો સ્કેચ બનાવ્યો હતો અને તેમને મોકલ્યો હતો જેના જવાબમાં પ્રધાનમંત્રીએ તેમને પત્ર લખ્યો છે.
પાર્થને પ્રોત્સાહિત કરતાં પ્રધાનમંત્રીએ પત્રમાં લખ્યું કે તમારી પ્રતિભામાં તમારી બાબતોનું ઉંડું નિરીક્ષણ કરવાની ક્ષમતાને દર્શાવે છે તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓને સાકાર કરવાની અદભૂત ક્ષમતા છે, નાનકડી ઉંમરમાં જ તમારી સ્કેચિંગની સમજ પ્રશંસાને પાત્ર છે.
પત્રમાં પાર્થના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ મોકલતાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે મને વિશ્વાસ છે કે અનુભવ અને સતત અધ્યયનથી તમારી પ્રતિભામાં વધુ નિખાર આવશે તમે ભવિષ્યમાં સફળતાની નવી ઉંચાઇ પ્રાપ્ત કરશો. પાર્થને સફળતા માટે શુભેચ્છાઓ..