ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 નવેમ્બર 2019 (13:45 IST)

સુરતમાં 1608 વાહનચાલકો પાસેથી 6 લાખ 92 હજારનો દંડવસૂલાયો

સમગ્ર રાજ્યમાં આજથી નવા ટ્રાફિકના નિયમો લાગુ થઈ ગયા છે. ત્યારે સુરતમાં નવા ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. વાહનચાલકોએ ક્યાંક ક્યાંક ટ્રાફિક પોલીસ સામે માથાકૂટ પણ કરી હતી. 1608 વાહનચાલકો પાસેથી કુલ 6 લાખ 92 હજારનો દંડ વસૂલ કરાયો હતો. ટ્રાફિક પોલીસે 46 વાહનો ડિટેન કર્યા હતા. અને 6 વાહનચાલકો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. ટ્રાફિક વિભાગ નવા કાયદાના અસરકારક પાલન માટે સતર્ક બની ગયો છે.  અમદાવાદ ટ્રાફિક ડીસીપી અજીત રાજયાણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજથી અમે ટ્રાફિકના નિયમોની કડક પણે અમલવારી તો શરૂ કરી છે. પરંતુ મેમો રિકવર કરવાની કાર્યવાહી પણ વધારી દીધી છે. પહેલા 1.25 લાખના ટ્રાફિક મેમોની રિકવરી થતી હતી.. પરંતુ હવે 3 લાખ જેટલી મેમોની રિકવરી થાય છે.. જોકે આ નિયમની અમલવારી દરમિયાન જો કોઈ ટ્રાફિક અધિકારી ખરાબ વર્તન કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં વાહનચાલકોમાં નવા નિયમોને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે.લોકો હેલ્મેટ નો ઉપયોગ કરતા થયા છે.ફોર વ્હીલ ચાલકો સીટ બેલ્ટ પહેરતા જોવા મળી રહ્યાં છે,તો વાહનચાલકોએ એચ એસ આર પી નંબર પ્લેટ પણ લગાવી દીધી છે.લોકો ઝેબ્રા ક્રોસિંગના નિયમનું પણ પાલન કરતા નજરે પડી રહ્યાં છે.ટ્રાફિકના નવા નિયમો લાગૂ થવાના પહેલા જ દિવસે પોલીસ અને નાગરિક વચ્ચે ઘર્ષણ થયું છે.. અમદાવાદના કેટલાક નાગરિકોના ગુસ્સાનો ભોગ પોલીસ બની છે. કાયદાનું પાલન કરાવવા જતા પોલીસને મહિલા વાહન ચાલકે ખખડાવી હતી.. હેલ્મેટ ન પહેરવાના કારણે પોલીસે વાહન ચાલકને રોકતા મહિલા રોષે ભરાઈ હતી અને દંડ નહી ભરુ કહીને પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. આવી જ વધુ એક ઘટના સુરતમાં પણ જોવા મળી હતી.