શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (17:19 IST)

યુવાના હાથમાં ગામની બાગડોર - સૌથી નાની વયના સરપંચ બન્યા હસમુખ પટેલ

19 મી ડિસેમ્બરે 156 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. આજે જિલ્લાના ચાર સેન્ટરો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગરની 52 ગ્રામ પંચાયત માટે સેક્ટર-15 ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ, દહેગામ તાલુકાની 75 ગ્રામપંચાયતો માટે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દહેગામ જ્યારે કલોલ તાલુકાની 11 ગ્રામપંચાયત માટે ટેકનીકલ સંસ્થા તેમજ માણસામાં એસડી આર્ડ્સ એન્ડ બીઆર કોમર્સ કોલેજ ખાતેથી માણસા તાલુકાની 18 ગ્રામપંચાયતોની મતગણતરી પ્રારંભ કરી દેવાઈ છે.
 
ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર એમ ચારેય તાલુકાની 156 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 539 સરપંચ અને 1323 વોર્ડ સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચારેય તાલુકાના 4 લાખ 10 હજાર 117 મતદારો એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે અન્વયે આજે જિલ્લાના ચાર તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. શાહપુર ગામના અર્પિત હસમુખ પટેલ 1165 મતે સૌથી નાની વયના સરપંચ બન્યા છે. 3 વર્ષ 156 ગ્રામ પંચાયતમાં સૌથી નાના સરપંચ હસમુખ પટેલ છે.
 
ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર એમ ચારેય તાલુકાની મળીને કુલ 179 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરાઇ ગયા પછી જિલ્લાની કુલ 22 જેટલી ગ્રામપંચાયતો સંપુર્ણ સમરસ થઇ હતી. જેમાં ગાંધીનગર તાલુકાની 54 પૈકી બે ગ્રામપંચાયતો, દહેગામની 84 પૈકી નવ, કલોલની 11માંથી એક પણ નહીં. જ્યારે માણસાની 30 ગ્રામપંચાયતોમાંથી 11 ગ્રામપંચાયતો સંપુર્ણ સમરસ થઇ હતી . જ્યારે દહેગામ અને માણસાની બે-બે તથા કલોલની એક ગ્રામપંચાયતમાં સરપંચની બેઠક તો બિનહરિફ થઇ હતી.
 
 
રતનપુર ગામમાં વીરેન્દ્ર સિંહ બિહોલા 458 મતે સરપંચ તરીકે વિજેતા
વાંકાનેરડા ના સરપંચ રાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર 489 મતે વિજેતા
તારાપુર ગ્રામ પંચાયત વોર્ડ નં. 4માં મહેશ વાઘેલા 124 મતે વિજેતા
દોલા રાણા વાસણામાં ઈલાબા ઈંદ્રસિંહ રાઠોડનો 939 મતે વિજય