રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (16:39 IST)

STની એક્સપ્રેસ બસમાં આટલું ભાડું,એસટી ડિવિઝન દ્વારા નવા ભાડા જાહેર

st buses
એસ.ટી નિગમ દ્વારા બસની મુસાફરી કરતા મુસાફરો માટે દસ વર્ષ પછી ભાડા વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ વચ્ચેની એસ.ટી બસમાં મુસાફરી માટે 29 ભાડું ચૂકવવા પડશે. 
 
રાજકોટથી અમદાવાદ રૂટનુ જૂનું ભાડું 137નું હતું જે વધીને 171 થયું છે. તેમજ બરોડાનું ભાડું 172થી વધીને 213 અને રાજકોટ-સુરત એકસપ્રેસ બસ રૂટનું ભાડું 241થી વધીને 295 થયું છે.
 
એસટી ડિવિઝન દ્વારા જાહેર કરાયેલા નવા ભાડામાં રાજકોટથી ચોટીલાનું જૂનુ ભાડું 43 હતું તેમાં વધારો થતા નવું ભાડું 54 થયું છે. જયારે રાજકોટથી લીંબડીનું ભાડું 91માંથી વધીને 114, રાજકોટથી ઢસાનું ભાડું 83માંથી વધીને 104 થયું છે. તેમજ રાજકોટથી સોનગઢનું જૂનું ભાડું 101 વધીને 128 જયારે સિહોર જવાનું ભાડું 106માંથી વધીને 133 ભાવનગરનું ભાડું 113થી વધીને 141કરવામાં આવ્યું છે.
 
ગોંડલનું જૂનુ ભાડું 31 હતું જે વધીને હવે 38 થયું છે. જયારે રાજકોટથી વિરપુરનું ભાડું 39 હતું જે વધીને 48 થયું છે. રાજકોટથી જેતપુરનું ભાડુંં 49થી વધીને 59 જૂનાગઢનું ભાડું 59થી વધીને 72 નિકાવાનું ભાડું 24થી વધીને 30, કાલાવડનું ભાડું 32થી વધીને 40, પડધરીનું ભાડું 26થી વધીને 33, ધ્રોલનું ભાડું 35થી વધીને 44 કરવામાં આવ્યું છે.