ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (14:33 IST)

ઘર ઘર રમી રહ્યા હતા ત્રણ ભાઇ-બહેન, જમીન ધસી પડતાં થયું મોત

ભૂજના ખાવડા ગામ નજીક એક સુકી નદીના કિનારે બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન માટી ધસી પડતાં તેની દબાઇ જતાં તે બાળકોના મોત થયા હતા. એક અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. ખાવડા પોલીસના જેપી સોઢાના જણાવ્યા અનુસાર બાળકોની ઉંમર 13 થી 16 વર્ષની વચ્ચે છે અને તે નદીના કિનારે ખાડો કોઇદીને તેની અંદર રમી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. 
 
જેપી સોઢાએ કહ્યું કે મુનીર કાદર સમા (13), રજા રશીદ સમા (14) અને કલીમુલ્લા સમા (16) ખાવડા પાસે ધ્રોબાન ગામના રહેવાસી હતી અને તેમની લાશ મોડી રાત્રે મળી આવી હતી. અધિકારીએ જણાવ્યું હતુંક એ ત્રણ બાળકો પોતાના ગામની પાસે નદીના કિનારે ખાડો ખોદીને ઘર ઘર રમી રહ્યા હતા . રવિવારે સાંજે જ્યારે તે ઘરે પરત ન આવ્યા તો તેમના પરિજનોએ તેમની શોધખોળ આદરી. તેમણે કહ્યું કે રાત્રે કેટલાક ગામવાળાઓએ નદીના કિનારે ખાડાની બહાર છોકરાઓના ચંપલ જોયા હતા. 
 
પ્રાથમિક તપાસ અનુસાર જ્યારે બાળકો ખાડામાં રમતા હતા ત્યારે માટી ધસી પડી અને તે બહાર નિકળી ન શક્યા. ગ્રામજનો છોકરીઓને બહાર કાઢ્યા અને તેમને હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.