શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (12:38 IST)

ગુજરાતમાં વિકાસથી ધારાસભ્યોના અચ્છે દિન આવ્યાં પગાર ભથ્થામાં 25 ટકાનો વધારો

ગાંધીનગર ખાતે આજે બુધવારે વિધાનસભાના ચોમાસા સત્રોનો બીજો દિવસ છે. આ વખતના સત્રનાં બીજા દિવસે ગૃહમાં છ વિધેયક પસાર કરવામાં આવશે. વિધાનસભા ગૃહની કામગીરીના પ્રારંભ થતા જ શાસક પક્ષ અને વિરોધ પક્ષ આમને સામને આવી ગયા છે. આજે ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર શાકભાજીના પ્રશ્ન પર લાંબો જવાબ આપતા કોંગ્રેસના સભ્યો અકળાયા હતા, અને પોતાની જગ્યા પર બેસી પાટલીઓ થપથપાવીને હોબાળો કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની અંદર પ્રદીપસિંહ જાહેજા બોલવા ઉભા થયા હતા. જેમાં તેમને ધારાસભ્યો, મંત્રીઓ અને દંડક માટે મોટી જાહેરાત કરી હતી. તેમને મંત્રીઓ, વિપક્ષના નેતા સહિત તમામને પગાર ભથ્થામાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લે વર્ષ 2005માં પગાર ભથ્થામાં વધારો કરાયો હતો.  હાલમાં ધારાસભ્યને 70, 724 પગાર અને ભથ્થું મેળવે છે, જ્યારે મંત્રીઓ અને દંડક, ના. દંડક 86, 804 મેળવે છે.
ચોમાસું સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતાની મંજૂરી બાદ ધારાસભ્યોના પગાર ભથ્થામાં વધારો કરવા માટેનું બીલ ગૃહમાં રજૂ કરાયું હતું. 2018માં રજૂ થયેલું વિધેયક કર્માંક 43 મંત્રી મંડળ તથા ધારાસભ્યોના પગાર વધારાનું બિલ દાખલ કરાયું હતું. ધારાસભ્યોને પગારમાં કુલ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં ચોમાસુ સત્ર અંતર્ગત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જળ સંયચ અભિયાન અંતર્ગત 84 તળા ઊંડા કરવામાં આવ્યા છે. જેની પાછળ અધધ 506. 35 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.
ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં 19 કરોડ 6 લાખ 58 હજાર 484નો દેશી વિદેશી દારૂ ઝડપાયો જ્યારે 20, 95, 482ના નશીલા પદાર્શોનો જથ્થો ઝડપાયો હતો. ત્યારબાદ ગૃહમાં રાજ્યમાં સીએમે વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી. તેમને રાજ્યમાં રોરો ફેરી સર્વિસ 25 સપ્ટે.થી શરૂ કરાશે તેવી જાહેરાત કરી હતી. ઘોઘા રોરો ફેરી સર્વિસ અંગે ગૃહમાં પ્રશ્ન પૂછાતા CMએ જવાબ આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, આગામી સમયમાં ફેરીના નવા 7થી 8 રૂટ શરૂ થશે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના ભાવનગર અને જામનગરને સામેલ કરાશે. આ રૂટને મુંબઈ સાથે જોડાણ કરવાનું આયોજન પણ કરાશે, જ્યારે સીએમે વધુમાં કહ્યું હતું કે, એજન્સીની ધીમી ગતિ અંગે પેનલ્ટી વસુલ કરાશે. રાજ્યના આર્થિક વિકાસ માટે રોરો ફેરી પ્રોજેક્ટ મહત્વનો પ્રોજેક્ટ છે.