શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 23 ઑક્ટોબર 2022 (10:06 IST)

21થી 27 ઑક્ટોબર દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ નહીં થાય દંડ : હર્ષ સંઘવી

harsh sanghav
ગુજરાત સરકારના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ રાજ્યમાં 21થી 27 ઑક્ટોબર દરમિયાન કોઈ દંડ નહીં થાય.
 
'ટાઇમ્સ નાઉ ન્યૂઝ'ના અહેવાલ પ્રમાણે આ જાહેરાત ગૃહરાજ્ય મંત્રીએ દિવાળીના તહેવારને ધ્યાને રાખીને કરી છે.
 
સંઘવીએ સાથે જ એવું પણ કહ્યું કે, "એનો અર્થ એ નથી કે લોકો ટ્રાફિકના નિયમોની દરકાર ન કરે કે બેફામ તેનું ઉલ્લંઘન કરે, પણ કોઈ ભૂલથી કે નિરુદ્દેશે નિયમનો ભંગ કરશે તો તેમને દંડ નહીં થાય."
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વિપક્ષ આ જાહેરાતને ચૂંટણી સાથે જોડીને જુએ છે.