શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (11:40 IST)

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાથી આ કંપનીને થશે વર્ષિક રૂ. 300 કરોડનો ગેરવાજબી ફાયદો

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ સ્ટીલ ઈન્ડીયા પાસેથી વધુ કાર્ગો હેન્ડલીંગ ચાર્જ લેવા એસ્સાર ગ્રુપની કંપનીએ રૂપિયા અને ડોલરના વિનિમયદર અનુસાર ગણતરીની જે દરખાસ્ત કરી હતી તેને નીચલી કોર્ટે અસંગત ગણાવીને ફગાવી દીધી હતી. આ ચૂકાદો હાઈકોર્ટે માન્ય રાખ્યો છે.
 
હાઈકોર્ટ અનુસાર વર્ષ 2013ના વિનિમય દરને બેઝ તરીકે ગણતરીમાં લઈને 2020થી અમલી બનનાર કરાર થી એસ્સાર બલ્ક ટર્મિનલ જેનો બહુમતી હિસ્સો એસ્સાર ગ્રુપના રૂઈયા પરિવારનો છે તે કંપનીને વર્ષિક રૂ. 300 કરોડનો ગેરવાજબી ફાયદો થશે. 
 
હાઈકોર્ટનો ચૂકાદો એ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાની મોટી જીત છે. અને આ ચૂકાદાથી અગાઉ સુરતની કોમર્શિયલ કોર્ટે લીધેલા નિર્ણયને સમર્થન મળ્યું છે. સુરતની કોમર્શિયલ કોર્ટે તા 30 ડિસેમ્બર, 2020ના રોજ પ્રવર્તમાન વિનિમય દરના આધારે  ઈબીટીએલને જાન્યુઆરી 2021થી કાર્ગો હેન્ડલીંગ ચાર્જ ગણવા જણાવ્યુ હતું, નહી કે ઈબીટીએલની માગણી મુજબ સાત વર્ષ અગાઉના દરને આધારે.
 
હાઈકોર્ટે ના આ ચૂકાદામાં હજીરા પોર્ટ અંગેના વધુ એક પાસા અંગે ઉલ્લેખ કરતાં ચેનલની એકંદર ઉંડાઈ અંગેનો નિર્ણય લવાદ પેનલ પર છોડ્યો હતો પણ નીચલી અદાલતના ઇબીટીએલને ઓછામાં ઓછો 10 મીટરનો ડ્રાફટ રાખવાના હુકમને બહાલી આપી હતી, જેને નિષ્ણાતો આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા માટે મહત્વનું ટેકનિકલ પગલું છે. ડ્રાફટ એ જેટ્ટી ખાતે તમામ જહાજ સુરક્ષિત રીતે લાંગરી શકે તે માટેની જરૂરી પાણીનુ ઉંડાણ છે.  
 
ઈબીટીએલ દ્વારા ક્રમશઃ ટર્મિનલ ડ્રાફટ 14 મીટર હતો (જ્યારે ઈબીટીએલ એસ્સાર સ્ટીલની કેપ્ટીવ એસેટ હતી) વર્ષ 2021ના પ્રારંભમાં ઘટાડીને 10 મીટર કરાયો છે (એસ્સાર સ્ટીલ AMNS India એ હસ્તગત કર્યુ તે પછી).  
 
ભારત સરકારનો ઈનલેન્ડ વૉટરવેઝ  પ્રોજેકટ (સાગરમાલા) એ એક એવુ મજબૂત કદમ છે કે જેમાં મોટી નદીઓમાં પડતી પેટા નદીઓના પ્રવાહને બંદરો સાથે જોડીને આર્થિક મૂલ્ય પ્રાપ્ત કરવાનુ તથા લોજીસ્ટીક કાર્યક્ષમતા ઉભી કરવાનું પગલુ છે. ગુજરાત હાઈકોર્ટે સુરત કોમર્શિયલ કોર્ટ આપેલા અગાઉના ચૂકાદામાં પોર્ટની એપ્રોચ ચેનલમાં હંમેશાં 10 મીટરનો ડ્રાફટ જાળવી રાખવાનો કરેલો હૂકમ સાગરમાલા જેવી પહેલોની ભાવના વિરૂધ્ધ છે તેવુ નિષ્ણાતોનુ માનવુ છે.
 
મેરીટાઈમ ઉદ્યોગના એક વરિષ્ઠ અધીકારીએ પોતાનુ નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું હતું કે વધુ ઉંડાઈથી આર્થિક અસરો ઉભી થાય છે આથી AMNS India માટે ડ્રાફટ મહત્વનો બની રહે છે. ઓછા ડ્રાફ્ટમાં ફક્ત નાના જહાજો  લાંગરી શકાય જેનાથી હેન્ડલ થતા કાર્ગોના જથ્થાને અસર થાય.
 
હાઈકોર્ટએ વધુમાં કહ્યું હતું કે ડ્રાફ્ટ અંગેનો આખરી નિર્ણય લવાદી ટ્રિબ્યુનલ ઉપર છોડવો જોઈએ પણ વચગાળાના સમયમાં ઈબીટીએલ દ્વારા કોન્ટ્રાકટની શરતોનુ પાલન થવુ જોઈએ.