શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: રવિવાર, 26 ડિસેમ્બર 2021 (16:46 IST)

દુ:ખદ: ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડીને હાર્ટ એટેક આવ્યો, મોત

ખેલ જગતમાંથી એક દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા છે. ફૂટબોલના મેદાનમાં મેચની વચ્ચે જ એક ખેલાડીએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના અલ્જીરિયામાં બની. મૃત્યુ પામનાર ખેલાડીનું નામ સોફિયાન લુકર(Sofiane Loukar)  છે.
 
હોમ સેકન્ડ ડિવિઝન મેચની વચ્ચે તે પોતાના જ ગોલકીપર સાથે અથડાયો હતો. જે બાદ તેને એટેક આવ્યો અને તેનું મોત નીપજ્યું. અહીં રમાતી અલ્જીરિયા લીગ-2 ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ અંતર્ગત મૌલોદિયા સૈદા અને એએસએમ ઓરાન ક્લબ વચ્ચે મેચ રમાઈ હતી. સોફિયાન લુકરની ઉંમર માત્ર 28 વર્ષની હતી. તે મૌલૌદિયા સૈદા તરફથી રમી રહ્યો હતો.