Last Modified: મેલબર્ન , મંગળવાર, 22 સપ્ટેમ્બર 2009 (19:28 IST)
25 વર્ષ બાદ ચોરાયેલું પદક મળ્યું
ઓસ્ટ્રેલિયાઈ મહાન તૈરાક જૉન કોનરૈડ્સનો 1960 માં જીતેલું ઓલમ્પિક પદક 25 વર્ષ પહેલા ખોવાઈ ગયું હતું જે તેમને હવે પાછું મળી ગયું છે. પોલીસે આ અંગેની આજે માહિતી આપી.
પોલીસે કહ્યું કે, રોમ ઓલંપિકમાં 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં જીતવામાં આવેલું પદક અને 15 અન્ય પદક કોનરૈડ્સના મેલબોર્ન સ્થિત ઘરથી 1984 માં ચોરાઈ ગયાં હતાં તથા એક મહિલાએ અમેરિકાને એક ખેલ પ્રેમીને ઈંટરનેટ પર તેને વેંચવાનો પ્રયત્ન કર્યો હતો.
તેણે કહ્યું કે, અમેરિકાના આ ખેલપ્રેમીએ કોનરૈડ્સથી સંપર્ક સાધ્યો કે, શું તે આ વેચાણથી વાકેફ છે તો આ તૈરાકે પોલીસને તેની માહિતી આપી. પોલીસે વેંચવામાં આવ્યા પહેલા જ આ પદક પ્રાપ્ત કરી લીધા.