ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (15:16 IST)

આ મારો આખરી વર્લ્ડકપ છે'- મેસી

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસીએ કહ્યું કે કતરમાં ચાલી રહેલો ફીફા વર્લ્ડ કપ તેમનો આખરી વર્લ્ડ કપ હશે.
 
પ્રથમ સેમિફાઇનલ મૅચમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ફાઇનલ રવિવાર 18 ડિસેમ્બરના રમાશે.
 
બીજી સેમિફાઇનલ મૅચ મોરક્કો અને વર્તમાન ચૅમ્પિયન ફ્રાન્સ વચ્ચે રમાશે. ક્રોએશિયા વિરુદ્ધ મૅચમાં મેસીએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તેમણે પેનલ્ટી પર એક ગોલ કર્યો અને અલ્વરેઝના એક ગોલમાં મદદ પણ કરી.
 
 
મૅચ બાદ મેસીએ કહ્યું કે- હું ઘણો ખુશ છું કે હું વર્લ્ડ કપની સફર હું ફાઇનલ મૅચ રમીને પૂરી કરીશ. આ ખરેખર સુખદ છે. આ વિશ્વકપમાં જે કંઈ પણ થયું છે તે ઘણું ભાવનાત્મક છે. આવતા વિશ્વકપમાં હજુ ઘણો સમય બાકી છે. મને નથી લાગતું કે હું આટલું કરી શકીશ. આ રૂપમાં વિશ્વકપની સફર સમાપ્ત કરવું શાનદાર રહેશે.
 
35 વર્ષીય મેસીનો આ પાંચમો વિશ્વકપ છે. મેસીની કારકિર્દી શાનદાર રહી છે અને તેમણે દરેક ઉપલબ્ધિ હાંસલ કરી છે. માત્ર તેમના ખાતામાં વિશ્વકપ જ નથી. મેસીને આશા છે કે આ વિશ્વકપમાં આ સપનું પૂરું થશે.
 
મેસીએ રેકૉર્ડ સાત વખત દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડીનો ખિતાબ જીત્યો છે. સાથે જ એક વખત તેમણે ફીફાના સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો પુરસ્કાર પણ જીત્યો હતો. તેમણે ચાર વખત ચૅમ્પિયન લીગનો ખિતાબ જીત્યો હતો. ગઈ વખતે કોપા અમેરિકાનો ખિતાબ પણ તેઓ જીત્યા હતા