શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2016 (12:30 IST)

દીપા કરમાકર - ગરીબીથી રિયો ફાઈનલ સુધીની યાત્રા

દીપા કરમાકરે જ્યારે પહેલીવાર કોઈ જિમનાસ્ટિક હરીફાઈમાં ભાગ લીધો ત્યારે તેની પાસે શુઝ પણ નહોતા. હરીફાઈ માટે કોસ્ટ્યૂમ પ્ણ તેણે કોઈની પાસેથી ઉધાર માંગ્યા હતા જે તેના પર સંપૂર્ણ રીતે ફિટ પણ નહોતા થઈ રહ્યા. 
 
તમામ સંઘર્ષો અને આર્થિક તંગીનો સામનો કર્યા પછી દીપા કરમાકર ઈતિહાસ રચવાથી માત્ર એક પગલુ જ દૂર છે. 

 
રિયો ઓલંપિકમાં જિમનાસ્ટિકના ફાઈનલમાં તે પહોંચી ચુકી છે અને તેની પાસે હવે તક છે જિમનાસ્ટિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બનવાની. ભારત જેવા દેશમાં જિમનાસ્ટિકમાં આંતરરાષ્ટ્રીય સફળતા લગભગ ના ના બરાબર છે જ્યા તેના ખેલાડીઓ માટે પર્યાપ્ત ફંડ પણ મળતુ નથી. એવામાં ત્રિપુરાની દીપા કરમાકરની આ સફળતા પ્રશંસાપાત્ર છે. 
દીપાએ 2014ના કૉમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય પદક જીત્યુ હતુ. 
 
22 વર્ષની દીપાએ આ વર્ષે એપ્રિલમાં રિયો ઓલંપિકની ટેસ્ટ ઈવેંટમાં 14.833 અંક મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ જ શાનદાર પ્રદર્શનના બળ પર તે રિયો ઓલંપિક માટે ક્વોલીફાઈ પણ કરવામાં આવી હતી. 
 
છ વર્ષની વયમાં તે જિમનાસ્ટિક કોચ બિશ્વેસરે નંદીના માર્ગદર્શનમાં ટ્રેનિંગ કરી રહી છે. 
જન્મથી દીપાના ફ્લેટ પગ છે અને વિશેષજ્ઞો મુજબ આ જિમનાસ્ટિક જેવી રમત માટે મોટો અવરોધ છે. તેનાથી છલાંગ પછી જમીન પર લૈંડ કરતી વખતે સંતુલન બનાવવામાં મોટો અવરોધ ઉભો થાય છે. પણ કડક અભ્યાસ અને દ્રઢ નિશ્ચયના બળ પર દીપાએ પોતાની આ કમીને પોતાના પ્રદર્શનના આડે ન આવવા દીધી. 

 
2007ના રાષ્ટ્રીય રમતમાં શાનદાર પ્રદર્શન પછી દીપાનો ઉત્સાહ વધુ વધ્યો.  તે વધુ મહેનત કરવા લાગી. 
 
વર્ષ 2010માં ભારતના આશીષ કુમારે કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયાઈ રમતમાં જ્યારે મેડલ જીત્યો તો એકદમ લોકોનું ધ્યાન ભારતમાં પણ જિમનાસ્ટિક તરફ ગયુ. 
 
ત્યારે જઈને જિમનાસ્ટિક માટે સરકારી મદદમાં ફાયદો થયો.  સારા ઉપકરણ અને ખેલાડીઓને અપાનારી સુવિદ્યાઓમાં પણ સુધારો થયો. ગયા વર્ષે થયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેમણે પ્રોડૂનોવા જિમનાસ્ટિકમાં અંતિમ પાંચમાં સ્થાન બનાવ્યુ અને આંતરરાષ્ટ્રીય જિમનાસ્ટિક ઘે તેમને વિશ્વ સ્તરીય જિમનાસ્ટની શ્રેણીમાં મુકી. 


(ફોટો સાભાર - દીપા કરમાકર ફેસબુક)