શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2009 (15:33 IST)

ઓલમ્પિકની મેજબાની માટે તૈયાર છીએ : ઓબામા

શિકાગોની 2016 ઓલમ્પિક રમતોની મેજબાનીની દાવેદારીનું પુરજોર સમર્થન કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, અમે આ રમતોની મેજબાની ઈચ્છીએ છીએ. ઓલમ્પિક રમતો પ્રત્યે સમર્પિત અહીં વ્હાઈટ હાઉસમાં આયોજિત એક સમારોહ દરમિયાન ઓબામાએ કહ્યું કે, શિકાગો તૈયાર છે. અમેરિકાની જનતા તૈયાર છે અને અમે આ રમત ઈચ્છીએ છીએ.

મૂલ રૂપે શિકાગો 2016 ના ઓલમ્પિક રમતો માટે પ્રમુખ દાવેદારોમાં હતું પરંતુ રિયો દિ જિનેરિયોના મેદાનમાં આવવાથી અમેરિકાની દાવેદારી થોડી હળવી પડી ગઈ છે. રિયો ઓલમ્પિક રમતોની મેજબાની કરીને દક્ષિણ અમેરિકાનો પ્રથમ દેશ બનવા ઈચ્છે છે. આ ઉપરાંત આ રમતોની દાવેદારી માટે ટોક્યો અને મૈડ્રિડ પણ આ દોડમાં શામેલ છે.