શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ઢાકા , શનિવાર, 30 જાન્યુઆરી 2010 (16:43 IST)

ઢાકામાં લહેરાયો ભારતીય તિરંગો

ભારત સહિત આઠ દેશોના ધ્વજ અગિયારમાં દક્ષિણ એશિયાઈ ખેલોની શરૂઆત પર આજે અહીં સાર્ક સ્ક્વાયર નજીકના ઐતિહાસિક પંથા કુંજા સ્મારક પર લહેરાવવામાં આવ્યાં. બંગાળી વર્ણમાલા અનુસાર ભારતીય તિરંગાનો ચોથા સ્થાન પર નંબર આવ્યો. આ અગાઉ અફઘાનિસ્તાન નેપાળ અને પાકિસ્તાન આવે છે.

ભારતીય ટુકડીના નેતા પરેશ નાથ મુખર્જીએ ભારતીય ઝંડો ફરકાવ્યો. ત્યાર બાદ ભૂટાન માલદ્વીવ શ્રીલંકા અને મેજબાન બાંગ્લાદેશે પોતાના દેશના ઝંડાને ફરકાવ્યો. નિયમો અનુસાર સ્પર્ધામાં ભાગ લેનારા તમામ દેશોની મુખ્ય ટુકડીના નેતા પોતાના દેશના ઝંડાને ફરકાવે છે.

રાષ્ટ્રીય બેડમિંટન ચેમ્પિયન ચેતન આનંદ આજે સાંજે યોજાનારા ઉદઘાટન સમારોહમાં ભારતીય ટુકડીના ધ્વજ વાહક હશે. સ્પર્ધામાં ભાગ લેનારી અગિયાર ટીમો અગાઉથી જ અહીં આવી પહોંચી ચૂકી છે અને પાંચ ટીમો સાંજ સુધી પહોંચવાની સંભાવના છે.