Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2009 (11:39 IST)
રાષ્ટ્રમંડળ રમતોને કોઈ ખતરો નહીં : ગૃહસચિવ
ભારતે ગુરૂવારે કહ્યું છે કે, વર્ષ 2010 માં નવી દિલ્હીમાં આયોજિત થનારી રાષ્ટ્રમંડળ રમતોની સુરક્ષા પર કોઈ ખતરો નથી અને વગર ભેદભાવે તમામ દેશોના સ્પર્ધકોને સમાન સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
બે દિવસીય આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંપર્ક સમ્મેલનનના સમાપન બાદ ગૃહ સચિવ જી.કે.પિલ્લઈએ કહ્યું કે, 'અમારી માહિતી અનુસાર રાષ્ટ્રમંડળ રમતો માટે કોઈ ખતરો નથી.
26 રાષ્ટ્રમંડળ દેશોના ઉચ્ચાયોગોના 76 પ્રતિનિધિઓને રમતો દરમિયાન આપવામાં આવનારી સુરક્ષા અને પરિવહનના સાધનો વિષે માહિતી આપવામાં આવી છે અને તેઓએ રમતોના આયોજન સ્થળનો પણ પ્રવાસ કર્યો છે.