શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 20 એપ્રિલ 2010 (11:39 IST)

લગ્ન બાદ સાનિયાની રૈકિંગમાં ઘટાડો

ND
N.D
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે પોતાના લગ્ન બાદ આજે જારી તાજા ડબ્લ્યૂટીએ રૈકિંગમાં ચાર સ્થાન પાછળ ફસડાઈ પડી છે.

સાનિયાના મલિક સાથે ગત 13 એપ્રિલના રોજ લગ્ન થયાં હતાં. જો કે, સાનિયા કાંડાની ઈજાના કારણે છેલ્લા ઘણા સમયથી ટેનિસ કોર્ટથી બહાર ચાલી રહી છે. મોજૂદા વિશ્વ રૈકિંગમાં સાનિયા 89 માં સ્થાનથી ફસડાઈને 93 માં સ્થાન પર પહોંચી ગઈ છે. તેના હાલના સમયે 701 રૈકિંગ અંક છે. સાનિયા એકલ રૈકિંગમાં તો ચાર સ્થાન પાછળ ફસાડાઈ છે પરંતુ યુગલ રૈકિંગમાં તે એક સ્થાનના સુધાર સાથે 54 માંથી 53 માં સ્થાન પર પહોંચી ગઈ છે.

પુરૂષ એકલ રૈકિંગમાં સોમદેવ દેવવર્મન 475 અંકો સાથે 110 માં સ્થાન પર યથાવત છે. યુગલ રૈકિંગમાં લિએંડર પેસ છઠ્ઠા અને મહેશ ભૂપતિ સાતમાં સ્થાન પર બનેલા છે.