Last Modified: નવી દિલ્હી , બુધવાર, 23 સપ્ટેમ્બર 2009 (14:30 IST)
વિજેંદરનો પરસેપ્ટ સાથેનો કરાર અધ્ધરતાલ
વિશ્વ ચૈમ્પિયનશિપ અને ઓલંપિક કાંસ્ય પદક વિજેતા મુક્કેબાજ વિજેંદર સિંહનો પરસેપ્ટ સાથે કરોડો રૂપિયનો કરાર એ સમયે ખાટો પડી ગયો જ્યારે તેના આઈઓએસે તેમની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટથી સ્થગનાદેશ પ્રાપ્ત કરી લીધો.
ઇન્ફિનિટી ઓપ્ટિમલ સોલ્યૂશન ( આઈઓએસ ) ના મુખ્ય કાર્યકારી નીરવ તોમરે કહ્યું કે, અમે વિજેંદરના કરાર વિરુદ્ધ સ્થગનાદેશ મળી ગયો છે. તેની કોપી જો કે, અમને સાંજે મળશે પરંતુ હવે વિજેંદરનો પરસેપ્ટ સાથેનો કરાર ખત્મ થઈ જશે.
મિલાનમાં વિશ્વ ચૈમ્પિયનશિપ દરમિયાન જ વિજેંદરે પરસેપ્ટ સાથે કરોડો રૂપિયાનો કરાર કર્યો હતો જે અંતર્ગત તેને રિયલિટી શો 'ધિ કંટેડર' ની મેજબાની મળી હતી. તોમરે કહ્યું કે, હવે તે રિયલિટી શો 'ધિ કંટેડર' ની મેજબાની પણ નહીં કરી શકે. જો પરસેપ્સને તેની પાસેથી મેજબાની કરાવવી હોય તો આઈઓએસ મારફત જ જવું પડશે.