Last Modified: મુંબઈ , રવિવાર, 20 સપ્ટેમ્બર 2009 (14:09 IST)
વિજેન્દર રિયાલિટી શોનું સંચાલન કરશે
ઓલિમ્પિક કાંસ્યપદક વિજેતા બોકસર વિજેન્દર સિંહે નાના પરદે અનેક શોમાં હાજરી પુરાવીને ‘શોભામાં અભિવૃદ્ધિ’ કરી છે. પણ હવે વિજેન્દર ખુદ એક રિયાલિટી શોનું સંચાલન કરતો જોવા મળશે. બોક્સિંગનો વર્તમાન નંબર ટુ ખેલાડી બોક્સિંગ આધારિત ‘ધ કન્ટેન્ડર’ નામના શોનું સંચાલન કરશે, જેમાં બોક્સરોનું એક જૂથ ભાગ લેશે અને એકમેક સાથે રિંગમાં સામસામા આવશે.
‘આર યુ સ્માર્ટર ધેન ફિફથ ગ્રેડર્સ? (કયા આપ પાંચવી પાસ સે તેઝ હૈં?) શો બનાવનાર બુલડોગ મિડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ પર્સેપ્ટ પિક્ચર કંપની સાથે મળીને આ શોનું નિર્માણ કરશે. જો કે આ શો કઈ ચેનલ પરથી પ્રસારિત થશે એ નક્કી નથી.