Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2009 (14:49 IST)
વિશ્વ કુશ્તીમાં ભારતને કાસ્ય પદક
ભારતના રમેશ કુમારે ડેનમાર્કના હેરનિંગમાં ચાલી રહેલી વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપના 74 કિલો ફ્રીસ્ટાઈલ વર્ગમાં કાસ્ય પદક જીતીને ઈતિહાસ રચી દીધો છે. બેઈજિંગ ઓલમ્પિકમાં સુશીલ કુમારના કાંસ્ય પદક બાદ કુશ્તીમાં કોઈ મોટી સ્પર્ધામાં ભારતનું આ પ્રથમ પદક છે.
હરિયાણાના સોનીપત નજીક નાનકડા ગાંમ પુરખાસના આ પહેલવાને તે કરી દેખાડ્યું જે ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા પહેલવાન સુશીલ કુમાર ન કરી શક્યાં. તેમણે આ સ્પર્ધામાં 42 વર્ષ બાદ ભારતને પ્રથમ પદક અપાવ્યું.
વિશ્વ કુશ્તીના ઈતિહાસમાં ભારતનું આ માત્ર ચોથું પદક છે. આ અગાઉ 1967 માં નવી દિલ્હીમાં યોજાયેલી સ્પર્ધામાં વિશમ્બરે રજત અને આ અગાઉ 1961 માં જાપાનમાં આયોજિત સ્પર્ધામાં ઉદય ચંદે કાંસ્ય અને મહિલા વર્ગમાં અલ્કા તોમરે 2006 માં ચીનમાં કાંસ્ય પદક જીત્યું હતું.
રમેશે મોલડોવાના અલેક્જેંડર બર્કાને ટેક્નિકલ અંકોને આધાર પર હરાવ્યો. રેપેચેજ રાઉન્ડ બાદ સ્કોર 7.7 થી બરાબર હતો.