શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: મેલબોર્ન , શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (09:50 IST)

સાનિયા યુગલમાંથી પણ બહાર, પેસ-ભૂપતિ આગળ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા એકલમાં બીજા રાઉંટમાં બહાર થયા પછી ગુરૂવારે અહી મહિલા યુગલમાં પણ હારી ગઈ, જ્યારે કે લિયેંડર પેસ અને મહેશ ભૂપતિએ પોત પોતાના જોડીદારોની સાથે ઓસ્ટ્રેલિયાઈ ઓપનના પુરૂષ યુગલન બીજા રાઉંડમાં પ્રવેશ કર્યો.

ભારતને માટે નિરાશાજનક દિવસ પણ રહ્યો, કારણ કે સાનિયા અને અમેરિકાની તેમની જોડીદાર વાનિયા કિંગને મહિલા યુગલ સ્પર્ધાના શરૂઆતી મુકાબલામાં એક સેટથી આગળ હોવા છતા હારનો સામનો કરવો પડ્યો.

આ ભારતીય-અમેરિકી જોડીને રૂસની વેરા દુશેવિના ને ઉક્રેનની ઓલ્ગા સાવચુકાની જોડીએ 6-4, 1-6 અને 1-6થી હરાવી.

ભૂપતિ અને બહામાના માર્ક નોલ્સની ત્રીજી વરીયતા પ્રાપ્ત જોડીએ પુરૂષ યુગલના શરૂઆતી દાવની મેચમાં રૂસના મિખેલ યૂજ્ની અને જર્મનીના મિશા જ્વેરેવ પર સરળતાથી 6-3 અને 6-2થી જીત મેળવી.

હવે તેમનો સામનો રૂસના ઈગોર કુનિસ્તેન અને દિમિત્રિ તુર્સુનોવની જોડી સાથે થશે. પેસ નએ લુકાસ ડલુહીની ચોથી વરિયતા જોડીએ સ્વિટ્ઝરલેંડના યુવેસ એલેબો અને ફ્રાંસના ફૈબ્રિસ સાંતોરો પર ત્રણ સેટ સુધી ચાલેલી હરીફાઈમાં 4-6,6-1 અને 6-2થી જીત નોંધાવી અને બીજા દાવમાં જગ્યા બનાવી.

બીજા દાવમાં તેમનો સામનો ઈટલીના ફૈબિયો ફોગનિની અને ક્રોએશિયાના ઈવાન લુજવિચ સાથે થશે.

સાનિયા હવે મિશ્રિત યુગલમાં ભૂપતિની સાથે કોર્ટ પર ઉતરશે. પહેલા દાવમાં તેમનો સામનો કાલે ચેક ગણરાજ્યની ક્વેતા પૈશ્વકે અને પાવેલ વિજ્નેરની છઠી વરીય જોડી સાથે થશે.