શુક્રવાર, 18 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 23 સપ્ટેમ્બર 2009 (14:53 IST)

સુશીલ વિશ્વ કુશ્તીમાં પદકની દોડથી બહાર

ઓલંપિક કાંસ્ય પદક વિજેતા સુશીલ કુમાર વિશ્વ કુશ્તી ચૈમ્પિયનશિપમાં પદકની દોડથી બહાર થઈ ગયાં છે અને વિજેંદર સિંહની સફળતાને ફરી વર્ણિત કરવાનું તેમનું સપનું આજે 66 કિલો વર્ગના પ્લેઑફમાં હાર સાથે તુટી ગયું છે.

ડેનમાર્કના હેરનિંગમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપમાં જાપનના તત્સુહિરો યોનેમિત્સુએ સુશીલને રેપેચેજમાં 5-0 થી હરાવ્યાં. આ અગાઉ પ્રથમ રાઉન્ડમાં બાય લેનારા સુશીલે બીજા રાઉન્ડમાં ઈટાલીના પી પિસ્કિતેલિને 7-0 થી પરાજય આપ્યો હતો.

તેણે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ટોચની વરીયતા પ્રાપ્ત રોમાનિયાના સ્ટીફન ડાનિલિયુકને 5-2 થી હરાવ્યાં હતાં. દિલ્હીના આ પહેલવાને આગામી રાઉન્ડમાં અજરબૈજાનના જબરાયિલ હસાનોવને હરાવ્યાં હતાં.