સોમદેવ એટીપી રૈંકિંગમાં 131 માં સ્થાને.
ભારતના નવા ટેનિસ સ્ટાર સોમદેવ દેવવર્મન એટીપી રૈંકિંગમાં બે ડગલા ઉપર ચઢીને 131 માં સ્થાન પર પહોંચી ગયાં જ્યારે સાનિયા મિર્જા ડબ્લ્યૂટીએ રૈંકિંગમાં બે સ્થાન નીચે 65 માં નંબરે ખસકી ગઈ છે. રવિવારે ડેવિસ કપમાં પદાર્પણ કરીને પોતાના પ્રથમ મેચમાં જ વિજય પ્રાપ્ત કરનારા યૂકી ભાંબરી પણ સાત ડગલા ઉપર 415 માં સ્થાન પર પહોંચી ગયાં છે. ડેવિસ કપમાં ભાગ લઈ રહેલા અન્ય ભારતીય રોહન બોપન્નાએ 36 સ્થાનની છલાંગ લગાવી છે અને તે એકલમાં 452 માં સ્થાન પર છે. દરમિયાન યુગલ રૈકિંગમાં લિએંડર પેસ અગાઉની જેમ આઠમાં અને મહેશ ભૂપતિ છઠ્ઠા સ્થાને યથાવત છે.